________________
જ *
ગુમવાત સ્ત્રીને ન કહેવી. યાત્રામાં શેરો (પ્રાણી મળ્યું તે લઈને ચાલ્યો રાત્રે સૂતો જંગલમાં સાપ નીકળ્યો તેને શેરાએ મારી નાંખ્યો. ધર્મશાળામાં ઉતર્યો ત્યાં કોઈ અજાણું મૃતક પડેલું અને બાળવા માટેનું બધાએ કીધું, બાળતી વખતે કેડેથી રત્નોની વાંસળી નીકળી. તળાવે ન્હાવા ગયો ભુલી ગયો એકાંતમાં સ્નાન કરેલ તેથી ત્યાં પડેલી વાંસળી મળી ગઈ. વાવતા જ ઉગે તે વાત સ્ત્રીને કીધી. સ્ત્રી પર પુરૂષમાં આસકત, રાજ્યમાં વાદ, સ્ત્રીએ બીજ શેકી નાખ્યા, ન ઉગવાતી હોય જારપુરૂષ કહે શરત મુજબ જેને હાથ લગાડુ તે વસ્તુ મારી, ઠીક. બુદ્ધિવાળાને ત્યાંથી નવી બુદ્ધિ લીધી. ઘરવખરી, સ્ત્રી વિને માળે ચઢાવી સીડી દૂર કરી. જાર લેવા આવ્યો. બે હાથે નીસરણી મુકતા કહે બસ શરતમુબજ નીસરણી લઈ જા. આચાર વિનાનો પ્રચાર અનાચાર છે. દર્શન વિનાનો આચાર દુરાચાર છે જ્ઞાન વિનાનો વ્યવહાર મૂખચાર છે. ચારિત્ર વિનાનો ત્યાગ અત્યાચાર છે. કષાયને જીતે તે ખંત. ઇંદ્રિયો ને જીતે તે દંતે. સંસારને ઉપાધિ સમજે તે સંત. ભવનમાં પણ ઝુંપડી જેવી અનાસકિત અને ઝુંપડીમાં મહેલ જેવી સહાનુભૂતિ કરે તે મુનિ. સંસારી મટી સન્યાસી થાય, શણગાર છોડી અણગાર બને, ત્યાગના રાગી અને રાગના ત્યાગી બને તે સાધુ. પ્રશંસવાલાયક શું? જગડુશાહનું દાન, વિજય શેઠનું બ્રહ્મચર્ય. ધન્નાઅભગારનું તપ. આરણશેઠની ભાવના. અંધક મુનિની ક્ષમા. કુરગડુમુનિની નમ્રતા. પુણીયા શ્રાવકનો સંતોષ. ગૌતમસ્વામીનો વિનય. ધર્મરૂચિ અભગારની દયા. લક્ષ્મણનો સદાચાર. પેથડશાહની પ્રભુ ભકિત. એકલવ્યની ગુરૂ ભક્તિ, શ્રવણની માતૃભકિત. રાજા હરિશચંદ્રનું સત્ય યુધિષ્ઠિરનો ન્યાય, શાલીભદ્રનો ત્યાગ. ભતૃહરિનોવૈરાગ્ય. શ્વાસ-સમાધિમાં ૪, શુભચિંતનમાં ૬, મૌનમાં ૧૦, ઉચ્ચારણમાં ૧૨, ચાલતા૧૬, સુતાર સ્ત્રીસંભોગમાં ૩૬ ચાલે. લગ્ન વખતે પોખણા-લગ્ન વખતે સાસુ જમાઈને ધુંસળુ, સાંબેલુ, રવૈયો, ત્રાક, તીરથી પોખી બતાવી, ઇડિયા, પીડીયા ફેકી, સંપુર્ય ફોડાવી પછી સાસુ નાક ખેચે છે, તેનો અર્થ-બળદની માફક બોજ વહન કરવો પડશે ને નાક વિંધાશે. સંસાર સબંધી વાતો કચડવી પડશે. સાંબેલોથી ડાગરના ફોતરા ઉખડે તેમ કાકા
*
૬૧૨
કનકકૃપા સંગ્રહ