________________
ગયેલ. શેઠે કહ્યું ઓહ! તમે તો વ્યસનોનો ભંડાર છો. તમને નમસ્તે ઝટ પડો રહે. પુત્રીની ચાતુરી-કોઈ ગામમાં બ્રાહ્મણ પિતા, પુત્ર, સાસુ, વહુ ને પુત્રી એમ પાંચનું કુટુંબ. ગરીબાઈને લીધે ઝઘડે. કંટાળીને વિપ્ર રાજા પાસે ગયો ને બોલ્યોસાસુ વહુ ઝઘટો કરે વડે પુત્ર અને માત, પ્રીયા પતિ દોનો લડે કહો નૃપતિ કયા બાત.. રાજા એ દરિદ્ર જાણી ધન આપી બોલ્યો “સાસુ વહ ઝઘડો કરે લડે પુત્ર અને માત, પ્રિયા પતિ દોનો લડે દરિદ્રપણો તે તાત.” ધન ખત્મ થતાં ફરીથી કલેશ. પુત્રીએ શ્લોક બનાવ્યો-“અશબ્દ શબ્દમાાતિ શ્વેતકુષ્ણ તથૈવ ચ, અપદે શપદં યાતિ અયા યાચના પર”. અર્થ-મોટું નથી પણ બોલે છે, સફેદ અને કાળુ છે, પગ નથી પણ ચાલે છે વિના માગે ન્યાલ કરી દે છે. દિલ્હી ગયો. બાદશાહની બાંદી કપડા ધોતી તેને બ્લોક કહ્યો, ઇનામ અર્થ પૂછતા બોલી જે આ યમુનાના પાણીને મોટું નથી છતાં ખળખળ બોલે છે તેમાં વરસાદનું શ્વેત અને ચમનીનું કાળું પાણી છે, વિના માર્ગે જ્યાં વહે ત્યાં ખેડુતોને ન્યાલ કરી દે છે. કુંવરને શ્લોક બતાવી અર્થ પૂછતાં કહે હું મારી સ્ત્રીને પત્ર લખું છું તેને પગ નથી પણ જશે, મોટું નથી પણ બોલશે, પત્ર વાંચતા જ ન્યાલ થઈ જશે. ઇનામ લઈ રાણી પાસે ગયો. શ્લોક આપી અર્થ પૂછતાં (વરસાદ આવતો હતો) રાણી કહે.-જે આકાશમાં વાદળ ચાલે છે તેને પગ નથી, મોટું નતી પણ (ગાજે) બોલે છે. કોઇ સફેદ ને કોઈ શ્યામ વાદળ છે જ્યાં વસે છે ત્યાં ન્યાલ કરી દે છે. ઇનામ લઈ રાજા પાસે ગયો ગ્લોત તણી અર્થ પૂછયો ત્યારે બાદશાહ ચોપાટ રમતો હતો તેના પાસા હાથીદાંતના હતા તેથી બોલ્યો ને પાસાને પગ નથી પણ જાય છે મોટું નતી પણ ખટખટ થાય છે, પાસા સફેદ છે ઉપર કાળું છે અને પાસા પોબારા પડે તો દારિદ્ર દૂર કરે છે.. ઇનામ લઈને ઘરે ગયો. પુત્રીએ પૂછતા બાપે કહ્યું- દાસી જમતા કો ઘટી, પત્ર ઘટયો નુપપુત મેઘમાલ રાણી ઘડી, ચૌપડ પાસા ભૂપ. પાંચ હજાર દાલી દીયો, દસ હજાર નૂપપુત, એક લાખ રાણી દીયો,દસ લાખ હસ્તી ભૂપ.પુત્રીએ કહ્યુંદાસી તો સમજી નહિ, સમજ્યો નહિ કુમાર, રાણી રંગભીની રહી, રાજા બડો ગમાર. જમના કી નહિ વારતા, નહિ પત્રકી ગાથ, નહિ મેઘકી માલ હૈ, પાસેથી નહિ બાત ઝઘડો શાન જ્ઞાનનો, ઝઘડો મન અરૂ મોહ, ઝઘડો મોક્ષ મૃત લોગરો, સમજ નહિ તો રો.. મનુષ્યના શરીરમાં મન અને આત્માં બે વસ્તુ છે. મનને પગ નથી છતા કેટલું ભાગે છે.આત્માને મોટું નથી છતાં બોલે છે. મન મહિલન છે આત્મા શ્વેત છે. આત્માના કહ્યા મુજબ મન ચાલે તો મોક્ષ પામે.
કનકકુપા સંગ્રહ
પ૯૯