________________
સુધારો અને હવે તો નથી તેમ છેલ્લા ડોકટરે કહ્યું અને ખરેખર મટીજ ગયો. આમ મનની અસરતી ટી.બી. થયો, વધ્યો, સુધર્યોં અને મટી પણ ગયો !!
જેવું ધ્યાન તેવું ફળ-રામના સુબુદ્ધિ કવિને હંમેશા પંપા સરોવરનું કાવ્યોતી વર્ણન કરતા જલોદર થયું ઉત્તમ વૈદ્યોથી પણ ન મયું. એક વિચારશીલ વૈદ્ય આવતાં રાજાજ્ઞાતી કવિને સુંદર ભોજન કરાવી મરૂસ્થલનું વર્ણન કરવા કહ્યું. કાવ્યોથી તે સુકાપ્રદેશનું વર્ણન કરતા રોગ ગયો. આશ્ચર્ય પામી રાજાએ પુછતાં વૈદ્ય કહે જેવા વિચારો તેવું મન, જેવું મન તેવું તન. સરોવરના ઘણાં ધ્યાનથી જલોદર થયું ને શુષ્ક રણ પ્રદેશના વર્ણનથી રોગ ગયો. શુભાશુભ સાંભળવાથી પ્રસન્ન-અપ્રસન્ન થવાય છે. તેની અસર શરીર પર પણ પડે છે. માટે શુભ વિચારો જ રાખવા. વીતરાગને સ્મરતો યોગી વીતરાગ બને છે. જેમ ઇયળ ભમરી બને છે. ..યાદંશ ક્રિયતે ચિત્ત, દેહિભિવર્ણનાર્દિછ્યું; તાદર્શકવિવનુન, જાયતે સતતં જને II ચક્રાવો-ચીથંરામાથી કાગળ બને છે, કાગળ માંથી ચલણી નોટો બને છે, તેના વ્યવહાર માટે બેંકો ચાલે છે. બેંકો ધીરાણ કરે, ધીરાણ દ્વારા થતું દેવું દરિદ્રતા લાવે દરિદ્રતાથી ચીંથરેહાલ થવાય ને તે ચીંથરામાંથી કાગળ બને.
પૈસાથી-માણસ પૈસા પાછળ પડે તો ગાંડો બન્યો તેમ કહે, ખર્ચે તો ઉડાઉ કહે, સંગ્રહ કરે તો મુડીવાદી કહે, ન મળે તો કમનસીબી કહે, વગર મહેનતે મેળવે તો બેઠાડુ ખુશામતીયો કહે, વાપરે નહિ તો કંજુસ કહે, વૈતરૂ કરીને મેળવે તો મૂર્ખ. આઠઆનામાં ણિ ખોયો-શેઠ પાસેથી રૂપિયો ઉધાર લઈ બશેર દુધ રોજ દેનાર રબારીને ચકમકતો પથ્થર જંગલમાંથી મલ્યો. શેઠે ચિંતામણી ઓળખ્યો. આઠ આનામાં માંગ્યો, રબારીએ રૂ।. માં વેચી માર્યો. રબારી કહે મેં તો પથરો રૂ।. દસમાં વેઓ પણ તમે આઠ આનામાં મણિ ખોયો.
વ્યસનોનો ભંડાર-એક નોકર નોકરી માટે આવ્યો. શેંઠે કહ્યું કોઇ વ્યસન તો નથી ને ? નોકરે કહ્યું ક્યારેક એકાદ એલચી ખાઉછું. શેઠ-આખો દિ એલચી ખાવ છો ? નોકર-ના રે, આતો કયારેક કડક ભાંગ પીધી હોય ત્યારે. શેઠ-શું ભાંગ પીવો છો ? ની ક્યારેક કડક સીગરેટ પીધી હોય માથું ભમે ત્યારે. શેઠ. શું સીગારેટ પીવો છો ? ની. નારે કયારેક દેશી પરદેશી પીધો હોય ત્યારે. શેઠ-શું દારૂ પીવો છો ? નારે આતો મિત્ર સાથે વેશ્યાને ત્યાં જાઉં ત્યારે. શેઠ-વૈશ્યાને ત્યાં પણ જાવ છો? નો. જ્યારે જુગારમાં પૈસા કમાઉં ત્યારે. શે. શું જૂગાર રમે છે ? ના જેલમાં છ મહિના રહેલ ત્યારે શીખેલ. શે. શું જેલમાં પણ ગયેલ. નો. હા, ખીસ્સુ કાપતા પકડાયો ને
કનકકૃપા સંગ્રહ `
૫૯૮