________________
+ પંડિત અને ભરવાડ-એક પંડિતે રાજાને દુહો બનાવીને આપ્યો--મરદ તો મૂછ
વાંકા, ને વાંકી ગોરીયા, ગાય તો સીંગવાંકી, રંગ વાંકી ઘોરીયા.. મરદ તે છે જેની મૂંછો વાંકી હોય, સ્ત્રી તે છે જેના નેત્રો વાંકા હોય, ગાય તે છે જેના સીંગ વાંકા હોય, અને ઘોડી તે છે જે મનોહર દેખાવડી હોય. તે સાંભળી ભરવાડ બોલ્યો આ ચારે વાતો જુઠી ચે. રાજએ પુછતા કહે કે- યહ પંડિત બડા અનાડી ઈસકો મારૂં ખીચ કુલ્હાડી,ઇસને સારી સભા બીગાડી, મુખતે જુઠી બાત કાઢી.. સાચી વાત તો આ છે. ..મરદ તો પણ વાંકા, શીલ વાંકી ગોરીયા, ગાય તો દુધ વાંકી, ચાલ વાંકી ઘોરીયાં... મરદતે જે યુદ્ધમાં શત્રુના છક્કા છોડાવે છે, સ્ત્રી જે શીલવંતી હોય, ગાય તે જે દુધ દેતી હોય, અને ઘોડી તેજે સુંદર ચાલતી હોય રાજાએ ઈનામ
દીધું.
જ્ઞાનનું અજીર્ણ-વિદ્વાન પંડિત. રાજને રોજ શ્લોક સંભળાવે, ઇનામ ને સન્માન, તગામ આખું સન્માન દ. ગર્વ થયો મારા જેવો કોઈ પંડિત નહિ, રાજા પણ સન્માન દે; કોઈ મારી સામે બોલી શકે નહિ. નદી કાંઠે સાંજે ફરતા કાવ્ય બનાવ્યું પહેલો મુરખ ચાલે સાંજે, બીજો મૂરખ પરણે વાંઝ, ત્રીજો મૂરખ કુદે કુવા, ચોથો મૂરખ ખેલે જુવા... બોલે, તેવામાં ભરવાડ બકરીનું ટોળું ચરાવી ગામ ભણઈ આવે. એક બકરીનું બચ્ચું નાનું તેનું નામ મૂડી રાખેલ. તે ન દેખાતા બુમ પાડી કૂડી અકુડી ઈ..ઈ, પંડિતે સાંભળ્યું, મારી કવિતાને આ મૂર્ખ કૂડી (ખોટી) કહે છે. શું સમજે છે તેના મનમાં. ભરવાડને કહે અલ્યા તે કૂડી. કેમ કહી, ભરવાડ કહે એકવાર નહિ સારવાર કૂડી પંડિતને કીધ, બીજે દિ રાજને સંભળાવી અર્થ કહ્યોનૃપ ખુશ. ઈનામ દેતા કહે પહેલા તે મૂર્ખને સજા કરો પછી હું લઈશ. રાજા-કોણ? પંડિત-ભરવાડે મારી આ કવિતાને મૂડી (ખોટી) કહી છે. તેને મારું અપમાન કર્યું છે. તેને શિક્ષા કરો. રાજાએ તેને બોલાવ્યો, પૂછતાં કહે કે એકવાર નહિ સત્તાવાર કૂડી. એમાં નવાઈ શી? ભરવાડનું પૂન્ય વધતું હતું ને ગર્વથી પંડિતનું ઘટયું પૂન્ય યોગે અભણ ભરવાડ બોલ્યો- કામ પડે તબ ચાલે સાંજ, કુંવારી કન્યાને કોણ કહે વાંઝ, માર પડે તબ કુદે કુવા.પૈસડ હોય તો ખેલે જૂવા.. ઈ કહેતા રાજા કહે બરાબર છે. જિતની જગ્યાએ ભરવાડને બેસાડયો. બૂરાઈને ભલાઈથી જીતો-એક સભામાં નેતા ભાષણ કરતા હતા તેવામાં તેમના ઉપર જોડો આવ્યો. ધાંધલ થતાં નેતાએ ખૂબ જ શાંતિથી માઇકમાં કહ્યું કે ધન્ય છે કે જેઓ પોતાના નેતા જે ખુલ્લા પગે ફરે છે તેમને જુના પહેરાવે છે પરંતુ અફસોસ ! એક જ છે બીજા પગનું જોડુ આપવા મહેરબાની કરશો. ફેકનાર શરમીંદો થઈ પગે
કનકકૃપા સંગ્રહ