SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નપ્રભામાં (નરક) જાવા યોગ્ય છે. ડોસી કહે મારો ભાગ્ય નહિ આચાર્યશ્રી ને તેમના ચેલાઓ ત્યાં જશે.!! S" પ્રપંચી યુકિત-ગામમાં પ્રૌઢ મલ્લ રહેતો હતો. બહારથી યુવાન મધ્યે આવી યુધ્ધ આહાન કર્યું. ગામ વાળાએ જીતનારને ૫૦નું ઇનામ જાહેર કર્યું. બંને લઢતા પ્રૌઢ સમજી ગયો કે આ યુવાન જીતી જશે ને મારી આબરૂ જશે. આથી યુવાન ને કાનમાં કહ્યું કે મને જીતવા દેતને હું હજાર રૂ આપીશ. પેલે ખુશ થઈ એને જીતવા દીધો. તે ૫૦૦ રૂા. ગામ વાળાએ આપ્યા. યુવા પંડિત તેને ઘેર હજાર લેવા ગયો. તે પેલો કહે ભાઈ કુસ્તીમાં સહુસહુનો દાવ અજમાવે. રૂપિયા પૈસાની વાત કેવી !! પેલો છક થઈ ગયો. " ટીંપે ટીંપે સરોવર ભરાય-શેઠ યાત્રા મંદિરે પહોંચ્યા ૪૦ પગથીયા હતા-લોકોએ દર પગથીએ એક થી ડબલ મક્કાઈ ચઢાવવા કહ્યું ૧ રૂપિયે મણ મકાઈ હતી. શેઠ હસ્યા કે એમાં તે શી વાત છે. ? પણ ૧-૨-૪-૮ એમ મક્કાઈ દાણા પગથીયે મુકતા ગયાને પછી ચમકયા બજારનો લીધેલ લોટ માલ ચઢાવતા પણ ખલાસ થયો. તો શેઠે હિસાબ ગમ્યો ને ખબર પડી સાથે જ જીભ બહાર નિકળી ગઈ. કે દાણા કુલ-૫૪૯૭૫૫૮૧૩૮૮૮ જોઈએ. એટલે ૫ ખરબ ૪૯ અબજ ૭૫ કરોડ ૫૮ લાખ ૧૩ હજાર ૮૮૮ જોઇએ. અને બધાનું વજન ૧૦, ૯, ૧૧, ૧૬, ૨૭, ૭૫૫ મણ લગભગ થાય !!!! શેઠ ચક્તિ ને લજિત થયા. ધન ગર્વ છોડી દીધો. પરીક્ષા-ત્રણ જણ નોકરી રહેવા આવ્યા. રાજાએ દરેકને પ્રશ્ન કર્યો કે મારી ને તારી દાઢી સાથે સળગેતો તું શું કરે? પહેલો કહે મારી દાઢી બુઝાઉ. બીજો કહે આપની, ત્રીજો કહે એક હાથે આપનીને બીજા હાથે મારી દાઢી બુઝાઉ. પહેલાને સ્વાર્થી બીજાને ખુશામતીઓ કહી ત્રીજા બુદ્ધિમાનને નોકરી રાખ્યો. " જીવન ભરોસે-વાજા ગાજા ગીત સાથે લગ્ન કરી જાન જતી હતી. છોકરે પુછયું કે પિતાજી ! લાડીજી કેમ રડે છે ? પિતા-નાની ઉમરે વિતાવીને ઘર, માતા-પિતા છોડી નવા ઘરને અપનાવવું પડશે તેથી. પુત્ર-તો વર રાજા કેમ રોતા નથી ? પિતાએને શું ઉતાવળ છે. હવે પછી એને જિંદગીભર રોતા જ રહેવાનું છે, વિવાહ સંસ્થા જ એવી છે કે માંહિ પેઠા પછી નિકળી જ ન શકે. * ગર્વગળ્યો-સહજાનંદજીને મળવા પ્રકાંડ પંડિત દીનાનાથ ભટ્ટ આવ્યા. વાતચીતમાં પુછયું કે કેટલા શ્લોકો મોઢે છે? પંડિત કહે ૧૮ હજાર. બોલું? સ્વામિ કહે ના ૫૯૦ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy