________________
ખોઈ કાચના ટુકડા એકઠા કરી છેવટ દુ:ખી થાય છે. પતિ પત્ની કલાકોથી લડતા હતા.પતિ કહે પુત્રને વકીલ બનાવીશ પત્ની કહે નહિ ડોકટર બનાવવો. એક બુદ્ધિમાને આવી કહ્યું, લઢો નહિ, પુત્રને બોલાવો. એની ઇચ્છા જાણી હું નિર્ણય આપું તો પેલા બે હસી પડયા કે હજુ જન્મ જ કયાં થયો
છે.? આતો પછીની વાત છે. - પાદરી, મૌલવી, સન્યાસી રસ્તામાં રૂપિયો જયો ત્રણે ખાવાની ચીજ માટે ઝઘડો
કર્યો. પાદરી કહે ગ્રેપ્સ ખરીદંગ, મૌલવી કહે નહિં અંગુર ત્રીજે કહે મારે તો દ્રાક્ષ
જ ખાવી છે!! – કાચનું વાસણ ઉટવાનો અવાજ થતાં પિતા કહે પુત્ર જેને કોણે ફોડયું? પુત્ર કહે
જવાની જરૂર નથી. અહીં બેઠા જ મને ખબર પડે છે કે માતાજીએ ફોડયું છે પિતા-અરે ! ઘરમાં ૧૦ માણસ છે તો તને શી રીતે ખબર પડી? તો કહે બીજાએ
ફોડયું હોત તો સાથે ક્રોધી માતાનો પણ ભારે અવાજ આવત! - પાપનો ઘડો ફુટેજ-લગ્ન માટે લુચ્ચો શેઠ મિત્રના દાગીના લાવ્યો, કિમંતી હાર
રાખી બાકીનું બોક્ષ પાછું આપ્યું. શેઠને ઘણે દિવસે ખબર પડી, પેલો ન માનતા ફરીયાદ કરી સાક્ષી ન હોવાથી રાજાએ બન્ને ને દિવ્ય કરાવ્યું લુચ્ચોપાણીના ઘડામાં હાર મુકી. તે ઘડો શેઠને પકડાવી. શેઠને હાર ન આપ્યો હોય તો હાથ અગિથી બાળો દેવતા હાથમાં રાખી જીત્યો પણ અતિ હર્ષમાં ઘડો પાછો લેતાં પડી કુટી
ગયો. તેમાંથી હાર સહુએ જોયો. - શિક્ષણ-ઈન્સપેકટરે પુછયું દમયંતિને રખડતી કોણે મુકી? વિદ્યાર્થી કહે સાહેબ, મેં
નહિં. શિક્ષકને ઠપકો દેતાં તે કહે સાહેબ એનો પતિ દારૂડીયો છે..ગુસ્સે થઈ ઈન્સ. પ્રીન્સીપાલને ફરીયાદ કરી. તે કહે સાહેબ એનો પતિ ખૂબ ખરાબ છે. બહુ ગુસ્સે થતા બીજા માસ્તર દમયંતીને બોલાવી લાવ્યા. ઈન્સ. ભાગી ગયાને શિક્ષણાધિકારીને રીપોર્ટ મોકલ્યો. તેણે વળી જે તપાસ માટે લખી નકલ મોકલી તે વાંચીને તો
ઈન્સપેક્ટર બેભાન થઈ ગયા. – એક નાસ્તિકે પાદરીની સભામાં હોહા કરી કે આબધું જ હંબગ છે. ઈશ્વર જ નથી.
બતાવો તો જ માનું. પાદરી મુંઝાયો. ત્યાં સભામાંથી એક ઉભો થઇ કહે મારે પણ કાંઇ કહેવું છે. તમે કહો છો આ મંદિર છે. અહીં બગીચો નદી વિગેરે વિગેરે છે. પણ હું એ કશું જ માનતો નથી બધુ ખોટું છે. મને કશું જ દેખાતું નથી કેમ કે હું અંધ છું) આથી નાસ્તિકને જવાબ મલી ગયો કે અધ્યાત્મથી અંધને ઈશ્વરાદિ ન
કનકકૃપા સંગ્રહ
૫૮૧