________________
પ્યાર વધ્યો. ઓન સ્ટેશન પર ગયો ગાડીમાં પોસ્ટનો ડબો જોઇ ચડી ગયો. ત્યાર બાદ તેણે ૧,૪૩,૦૦૦ માઇલની મુસાફરી કરી. પોસ્ટવાળાએ ગલામાં તેના એડ્રેસનો ચળકતો પટ્ટો નાખ્યો બીજા વેપારઓએ પણ પટ્ટા બનાવી નાખ્યા ઓન તીક્ષ્ણ બુદ્ધિના લીધે વેપારીનું નામ કહેતાં તેને ઓળખી જતો. ટપાલવાળાની સીસોટીઓ જાણતો. એક વખત વોશિંગ્ટન દરિયા કીનારે ત્યાંથી જાપાન જતાં વિકટોરિયા જહાજમાં ચડી ગયો. ત્યાં તેનુ બાદશાહી સ્વાગત. શહેનશાહે શાહ મહેમાનગીરી અને પાસપોર્ટ પણ આપ્યો. પાછું અમેરિકામા સ્વાગત સાનફ્રાંસિસ્કોમાં તાર ટપાલ ખાતાની પરિષદમાં અતિથિ વિશેષ તરીકે ખંડમાં દાખલ થતાં તાળીથી વધાવ્યો. સહુએ પ્રેમથી હાથ ફેરવ્યો, આવું સન્માન એક કુતરા માટે અદ્ભુત હતું.
+ ઘોડાઓની સ્મશાનયાત્રા-બે ઘોડાની બગીમાં લાશ પાછળ એક જણ ચાલતો અને બીજા બધા ડાકુઓ ઘોડા પર હતા, તે જોઇ લોકો નવાઈ પામતાં. અગ્નિદાહ બાદ એક ચાલતો ને બીજા ઘોડાઓ ફરી મુકામે આવ્યા બધાએ પાણી લઇ કોગળા કર્યા ત્યારે સત્તાધીશ જજ સાહેબે પાણી હાથમાં રાખી રોતા પશ્ચાતાપ જાહેર કર્યો કે જ્ઞાતીજનો મને માફ કરો બધાની સ્મશાનયાત્રામાં હું પાછળથી ગાડીમાં આવતો. આજે મારી પત્ની મરતાં તમોએ મારી આંખ ઉધાર્ડી છે. મારો મદ ગયો છે. હવેથી હું ડાઘુ તરીકે ચાલીને જ આવીશ.
રાઇ જેટલી શ્રદ્ધા-અમેરીકામાં શ્રદ્ધા પર ઉપદેશ આપતાં કહ્યું કે છેવટે રાઇ જેટલી પણ શ્રદ્ધા પરમાત્મા પર રાખો. એકાંતમાં ઉપદેશકને મહાદુ:ખી વૃદ્ધ દંપતી મળ્યા ને કહ્યું, કે આવા દુ:ખમાં કેવી રીતે શ્રદ્ધા રખાય. પેલાએ રાઇ જેટલી શ્રદ્ધા રાખવા સમજાવ્યા. પણ દુ:ખમાં ભૂલી જતાં એટલી રાઇ પાસે રાખી કે યાદ આવે, તે ખોવાતા પ્લાસ્ટીકની કોથળીમાં એક રાઇ નાખી દીવે ધરી પકડી રાખી. પછી મિત્રોએ પોતાના માટે એવું પેકેટ બનાવી આપવા કહ્યુંને બદલામાં રકમ આપી. એમ ધંધો થઇ ગયો. કાચમાં ને હીરામાં પણ રાઇ પેક કરવા કારખાનામાં ૪૦૦ માણસો કામ કરવા લાગ્યા. દરવર્ષે લાખો કમાઇ સન્માર્ગમા વાપરતાં અને પ્રભુ પ્રાર્થના શાંતિથી કરતા.
બોધ-ભયંકર આગ લાગતા શેઠ કુટુંબ સહ બહાર નીકળ્યા ને નોકરોએ બધી મિલ્કત ફર્નિચર વિગેરે બહાર કાઢયું, હવે કાંઈ નથી છતાં શેઠે ફરી જોવા કહ્યું નોકરો ગયા તો શેઠનો એકનો એક છોકરો પારણામાં બળીને ભડથું થયેલ. મહાઆક્રંદ થયું. આ પ્રમાણે બાહ્ય સંપત્તિ ભેગી કરવામાં આતમધન વેડફી નાખનાર હીરો
૫૮૦
કનકકૃપા સંગ્રહ
1