________________
ભાવના ફળ-શાલીભદ્ર પૂર્વભવ-બાપને અંધારામાં રાખી પુત્રોએ ખાનગી રીતે નાત જમાડતા છેવટે શેઠ જોઈ ગયા. તે જ વખતે બે મુનિઓ નજીકનાં જોતાં દાન દેવાની ભાવના થાત, જલ્દી દાદર ઉતરતા મર્યા સંગમ-ગોવાળ થયા ત્યાં ભાવના પૂરી થઇ. મરી શાલીભદ્ર થયા. અસંતોષ-દુ:ખી ભિક્ષુક ધનવાનને જોઈ વિચારે છે કે હું આવો થાઉં તો સંતોષથી જીવું. આકાશે જતી શ્રી દેવી તેના ભાવ જાણી પાસે આવી કહે તારું વસ્ત્ર પહોળું કર તું બસ કહીશ ત્યાં સુધી હું એમાં સોનમહારો નાખું છું પણ જમીન પર પડશે તે કાંકરો થઈ જશે. ચારે બાજું વસ્ત્ર ભરાયું છતાં પેલો બસ નથી કહેતો હજુ થોડી એણે કહે છે. અંતે જીર્ણવસ્ત્ર ફાટયું ને બધી જમીન પર પડતાં કાંકરા થયા પેલો રોયો. બોધ-રાજને ખેડૂતે કહ્યું રૂ. ૧ કમાઉં છું તેના ચાર ભાગ પાડું ઓછું? એક ભાગ ખાઉં છું. (હું ને સ્ત્રીનું ભોજન) બીજો ભાગ ઉધારે આપું છું (પુત્રોને પોષે છું) ત્રીજો ભાગ દેવાથી છુટવા વાપરૂ છું (માત પિતા માટે) ચોથો ભાગ વ્યાજે મુકું છું. (દાનપુન્ય) રાજ ખુલાસો પુછી રહસ્ય સમજી ખુશ થયો ને સભામાં પુછયું છેવટે તેઓ ખેડુતને પુછી ઇનામ આપી જવાબ લાવ્યા. ક્ષણનું ચારિત્ર અને બોધ-મગધમાં સુવ્રપુરીના રાજ અરિદમન રાણી ધારિણીને સુભાનુકુમાર એકસો રાજકન્યા પરણી સુખમાં રહેતો સંભવજિન સપરિવાર પધાર્યા કુમારે દેશના સાંભળી પ્રભુ પાસે મહાવ્રતો લીધા તે જ વખતે આયુપૂણી તથા કાળ કરી સ્વર્ગે ગયો. માતા પિતા ત્યારે સપરિવાર પ્રભુને વંદન કરવા આયા ત્યાં પુત્રમાણ જાણી ખેદ પૂર્વક રોવા લાગ્યા કુમારનો જીવ તરત દેવ રૂપે આવી કહે રડો છો કેમ? શું દુ:ખ પડયું છે ? તો કહે અતિપ્રિય પુત્ર મરણ પામ્યો છે તે દુ:ખ સહન થતું નથી. દેવ કહે તમોને તે પુત્રનું શરીર પ્રિય હતું કે જીવ? તેનો જીવપ્રિય હોય તો તે હું છું મારા પર પ્રીતિ કરો અને શરીર પ્રિય હોય તો આ તેના શરીર પર પ્રીતિ કરો. બન્ને તમારી પાસે જ છે. રાજા કહેકે પર પ્રીતિ થતી નથી દેવ કહે તો સ્વાર્થ જ સર્વને ઈષ્ટ છે. પછી પ્રતિબોધતાં પાએ સકુટુંબ પ્રભુ પાસે દીક્ષા લીધી કલ્યાણ કર્યું (ઉપદેશ પ્રા.ભા.૫.વ્યા. ૩૧૦) કોધથી આયુ ઘટે-ઘરના ચોકમાં જાબુંનું ઝાડ જેથી પંડિતને છોકરાઓ જાબું પંડિત કહેતાં. ખૂબ ખીજાઈ ઝાડ કપાવ્યું તો ઠુંઠા પંડિત કહી ચીડવે. મૂળ ખોદાવ્યું તો ખાડા પંડિત ખાડો પૂરાવતાં ટેકરા જેવું થયું તો ટેકરા પંડિત કહી ચીડવે. એમ રોજ
ચીડાત પંડિત જુવાન વયમાં જ મરી ગયો. કનકકૃપા સંગ્રહ
૫૭૭