________________
પામી પગે લાગી કારણ પુછતાં અમીના કહે મારી જીંદગી ઘણી પાક હતી, પણ એકવાર કુંભારના ઝૂંપડેથી વગર કો ઘાંસની સળી લઈ દાંત ખોતરેલ તે ચોરીની આ સજા છે. મારાવતી કુંભાર પાસે માફી માંગ તો આ દુઃખ જાય તેણે તેમ કર્યું ને ચોરી સદા માટે છોડી દીધી. નમે તે સહુને ગમે-વૃદ્ધસંતે મરતી વખતે શિષ્યોને મોમાં દાંત છે કે નહિ તે પુછયું. નથી. જીભ છે? છે. આમ કેમ ? દાંત મોડા આવ્યા છતાં વહેલા ગયા? કારણ કઠણ (અકડાઇ) જીભ નરમ જેથી ટકી રહી. બોધ-સડેલા જવ-જાર દાનમાં દેનાર શેઠને પુત્રવધુએ તેનો રોટલો પીરસાવી પરલોકે આજ મળશે માટે મહાવરો કરો કહેતાં શેઠ સમજ્યા ને ભૂલ સુધારી. ૧૧મો ગધેડો-શહેરથી ગામ જતાં રાત્રે રસ્તામાં એક મઠે કથા થતી સાંભળવા કુંભારે રાશ થી ૧૦ ગધેડાને પગે કુંડલાકારે દોરડું બાંધ્યું ૧૧ને બાંધવા એક હાથ દોરી બાવાજી પાસે માંગી, તેણે કહ્યું જંરૂર નથી ૧૧માને કુંડાળા વચ્ચે રાખી પગ બાંધવાનો ડોળ કરી જેથી તે બંધાયેલો માની ઉભો જ રહેશે એમજ થયું. સવારે દસ ગદ્ધા છોડી ચાલવા માંડ્યો પણ પેલો ૧૧મો ઉભો જ રહ્યો. બાવાએ તેને છોડવાનો દેખાવ કરવા કહ્યું તેમ કરવાથી તે ચાલ્યો હું બંધાયેલો છું તે માનસિક કલ્પના જ બંધન છે જન્મ મરણ વધારે છે. હું ને મેં કર્યું એ વાસના બંધન છે. અધ્યાત્મ જ્ઞાનથી તે ગેરસમજ દૂર થતા મુકિત મળે. અવિચારી હુકમ-નગરની મધ્યમાં મંદિર કરાવી રાજાએ આજ્ઞા કરી કે દરેકે દેવને વાંદી જવું. ભંગ કરનારનો વધ થશે. ગધેડા પર બેસી જતો અજાણ્ય કુંભાર પકડાયો. વધ વખતે ત્રણ ઇચ્છાઓ કહે તે પૂરી કરાય છે. તેણે રાજા પાસે કહેવા કહી રાજાને કહે-૧ કુટુંબ પોષણ માટે મારે ઘેર પંદરલાખ મોકલો. ૨ બધા જ કેદીને મુકત કરો તેમ કર્યું પછી ત્રીજી માંગણી કરી કે-રાજા સહિત આ આખી સભાને આ દંડા મારવાની ઇચ્છા છે. રાજા ગભરાયો તેને મુકત કરી કાયદો રદ કર્યો. શીલવતી ગોચરી આવેલ યુવાન સાધુને વહેલા કેમ નીકળ્યા? પૂછતાં કહે સમય જ્ઞાન હોતું. ચતુર જાણી મુનિએ શીલવતીને ઉમર પુછતાં ૨૦ છતાં ૧૨ વર્ષ કહ્યાં. સાસુ છ માસની અને સસરો જનમો નથી કહ્યું. તે સાંભળી સસરો ખૂબ ગુસ્સે થયો પણ મુનિ પાસે પરમાર્થ જાણ્યા પછી ખૂશ. આખું કુટુંબ ધર્મી થયું. બદલો ભલા.-ડો. અકસ્માત કરી નાઠો. કેટલાક મહીના બાદ પોતાના એકના એક પુત્રનું મૃત્યુ પેલાના હાથે જ ડ્રાઇવીંગ કરતાં થયું.
૫૭૬
કનકકુપા સંગ્રહ