SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયારી કરે છે પણ પતિ કશું બોલે જ નહિં એક વાર તંગ કરતાં પતિ કહે એ સન્યાસી થવા જ નથી. કેમ ? તમે તો વાંકુ જ બોલો છો. પતિ એનું કારણ છે. કારણ કહેવા સ્ત્રીએ બહુ તંગ કરતા પતિએ તુરંત કપડા કાઢી લંગોટી પહેરી સન્યાસી થઈ કહે આજથી બધી સ્ત્રી માટે માતા છે ને તેણીને પગે લાગી કહે સન્યાસી આમ થવાય. દયાળુ જજ-ચીનનો પ્રસિદ્ધ જજ પોચો બેને રસ્તામાં એક પત્થર પાસે જોરથી રોતા એક છોકરાને જોઇ દયા આવતાં કારણ પુછયું તે કહે હું ગરીબ છું પુરીઓ વેચું છું આજે વેચી આ પત્થર પર ટોપલીમાં પૈસાની કોથળી રાકી સુતો હતો. કોથળી ચોરાઈ ગઈ છે. જજે આશ્વાસન આપ્યું કે તને મળી જશે. આ પત્થરે પૈસા ચોર્યા છે. કહે જજે પત્થરને ગીરફતાર કરાવ્યો સવારે કોર્ટમાં કેસ ચાલતાં છોકરાની જુબાની થઈને પત્થરને ગુન્હેગાર ઠરાવી વાંસના પચાસ ટકાની સજા કરી. ને ત્યાંજ ભરકોર્ટમાં તેનો અમલ થતાં બધાલોકો હસ્યા. તરત જ કોર્ટનો તિરસ્કાર ને જજની હાંસી કરવા બદલ બધાને એક એક સેન્ટ દંડ કરી કહ્યું કે છોકરા પાસે અર્ધા પાણી ભરેલ બરાણી રાખી છે બધા તેમાં દંડ ભરીને જાય પચાસ ટકા પડી રહેતા સેન્ટ નાખી સહુ જવા લાગ્યા છેલ્લા માણસે સિક્કો નાખ્યોને જજે બુમ પાડી પકડો આ ચોર છે. એણે કબુલ કર્યું ને છોકરાને પૈસા પણ આપી દીધા. દંડના પણ જજે તેને આપ્યા. સિક્કો બરણીમાં પડતાં પાણીમાં તેલના પરપોટા થતાં પકડાવેલ. મેરી રાની ભી ખો ગઈ હૈ-રાજા યશોવર્મ વિલાસી લંપટી હતો. અનેક રાણી છતાં વિલાસમતી વેશ્યાપર બહુ પ્રેમ રાખે એકવાર વનવિહાર વખતે સ્નાન કરતી રાણી ઓના રત્નાભરણો ઉઠાવી વેશ્યા ભાગી રાજાએ જંગલમાં શોધતાં મુનિ દેખી પુછયું કે મારી રાણી જોઈ? મુનિ કહે હું મારી રાણીની જ શોધમાં છું તો બીજાની રાણીની મને શી ખબર પડે? રાજ-અરે તમારે રાણી હોય? શું બોલો છો ? મુનિ તમારી રાણી મળશે તો તમને અતૃપ્તિને તૃષ્ણા વધશે મને મારી શાંન્તિદેવી (સંતોષ કુમારી) રાણી મળશે તો તૃમિને સંતોષ પ્રાપ્ત થશે. આ રહસ્ય સમજી રાજા જાગ્રતને વૈરાગી થયો. ચોરી દંડ મુસ્લીમ કથા-વિજાપુરના મુસ્લીમ બહામી રાજ્યના સુલતાનની ખુદાભક્ત શાહજાદી અમીના બાળવયે મરણ પામતાં બે ચાર લાખના દાગીના સાથે દફનાવી ચોરે દાનત બગડતાં ચોથે દિને ઉડે કબરમાં જોતાં અમીના કાળી કમ્બળ ઓઢી તસ્વીર ફેરવતી બેઠી હતી. તેના દાંતમાં સાપોલીયું લટકતું હતું તે જોઈ નવાઈ કનકકપા સંગ્રહ ૫૭૫
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy