SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ • ગુરુગમ-અમેરિકન ટેડસાહેબે ભારતીય પુસ્તકમાં વાગ્યું કે ધી દુધનું સેવન કરવાથી બળ બુધ્ધિ આયુષ્ય વધે છે. તેમણે એક માસ પ્રયોગ કર્યો પણ સુકાયા. ભારતી સન્યાસી ત્યાં જતાં તેમનાં વ્યાખ્યાનમાં ગડબડ કરી કે ભારતીયો તદ્ધ જુઠા છે. સન્યાસી કેવી રીતે સેવન કર્યું પુછતાં કહે ચાલો બતાવું. બાગમાં દુધને ઘીના ભરેલ ટબ બતાવી કહે રોજ લોટેલોટા દુધ શરીરે રડું ને ઘીના ઉંદેલુંદા મુકું છું મોટા પાયા પર પ્રયોગ કર્યો છે. સંન્યાસી હસીને કહે પુસ્તક સાચું છે પણ ગુરુગમ જોઈએ ચાલો હું એકમાસ સેવન કરાવું ફાયદો ન થાય તો ભારતને ધીક્કાર. એકમાસ ઘી દુધની વિવિધ વાનગીઓ બનાવી ખવડાવતાં બળ બુદ્ધિ તેજ વધ્યાં ને ટેડ સાહબ પસ્તાયો માફી માંગી ગુરુગની મહતા સમજ્યો. જળ એ ભી દિન ચલા જાયેગા-સન્યાસીએ રાજાને ઘણાં દિવસ ખૂબ ઉપદેશ આપ્યો રાજાએ એને જતાં કહ્યું કશું યાદ નથી રહ્યું કૃપા કરી કંઇક ટુંકમાં જણાવો સન્યાસી એ રાજાના પલંગ સામે ભીત પર “એ ભી દિન ચલા જાયેગા” લખી રોજ વાંચવા કહયું પરિણામે રાજાને જાગ્રતિ આવા માંડી એક વાર બીજા રાજાએ લડાઈ કરી એને જીતી બાંધી સભામાં હાજર કર્યો પણ તેના મુખપર દુખને બદલે પ્રસન્નતા જોઈ વિજેતા રાજાએ કારણ પુછતાં ઉપર નું કહ્યું, તેવો મર્મ સમજી વિજેતાએ રાજ્ય પાછું આપી દોસ્તી બાધીં. એ જ પ્રમાણે આપઘાત કરવા જનારને ગાડીમાં વોરા એ પોતાનો અનુભવ કહેતાં પેલે વિચાર માંડીવાળી અને સુખી થયો. ૭૬૩સાંભળવું ઘણું પણ કરવું કાંઇ નહિં-નટોએ સુંદર નાટક રાતે કર્યું પણ આરતીની થાળીમાં કોઈ એ પૈસોય ન નાખ્યો. ધીરજ રાખી ૩ રાત નાટક કર્યું પણ કાંઇનના મળ્યું. સવારે ગામને જમાડવાની રજા માંગી તે મળી એ રસોડે ખોટી ધુણી કરી. ઉભા કર્મની વિચિત્ર કહાણી-૬૦ વર્ષના ડોસાને પાગલ સમજી છોકરાઓ પાછળ પડે ચીડવે, પત્થર મારે સામો થતાં લોકો મારવા તૈયાર થાય. એક દયાળુ યુવક પાછળ ગયોને ગામ બહાર વૃક્ષ નીચે બેઠેલ ડોસાને પ્રેમથી કથની પુછી તો તે ખૂબ રડયો. પછી કહે ભાઈ અહીંથી પાંચ માઈલ દૂર મારો જન્મ થયો બાલ્યવયે માતા-પિતા મર્યા. કર્મણી લાત ખાતો મોટો થયો, ગ્રેજ્યુએટ બી.કોમ. થયો. ધીરધાર વિગેરે ધંધામાં ફાવટ આવી કમાયો પરણ્યો. ત્રણ પુત્ર, ત્રણ મકાન વિગેરે અને સારી મુડી પણ થઇ. બધું જ સુખ પણ ધર્મ કંઇ જ ન કર્યો યાદ પણ ન કર્યો પાપમાંજ રાઓ અંતે પુન્ય પરવાર્યું એક પરણેલ પુત્રને સર્પ ડસ્યો તે મર્યો. તે દુ:ખથી તેની પત્ની તાવમાં મરી. પ્લેગ ફાટતાં વચલો પુત્ર મર્યો. પાપોદય જાગ્યો. નાનો વહાલો મોટર અકસ્માત મર્યો. ધંધો પણ ઉધો પડયો ત્રણે મકાન વેચ્યા મૂડી ખલાસ હું ને પત્ની ૫૭૮ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy