________________
પતિ મય કહી કાક ભક્ષણે ચાલી લોકો ભેગા થયા. ચરિત્ર જાણતાં રાજાએ આવી કહ્યું કે આમ સતી નહિં થવાય. તાપસ કહે ભોગ અને પતિમાર્યાનું મહાપાપ તપ વગર નહિં ખપે આથી વીરગતિ પાછી ગઈ અને ચારિત્ર લીધું પૂર્વકૃત યાદ આવે ત્યારે ભોજન ન લેવું તેવો નિયમ રાખતાં કોઈવાર બેમાસ ચારમાસનો ત૫ થતો એમ સર્વ કર્મ ક્ષય કરીને કેવલી થઈ મુક્તિમાં ગઈ. બોધક-મિત્રતા કરવા આવેલ ઉદરને મોટો હાથી હસ્યો કે તું શું મારી રક્ષા કરીશ? પણ એકવાર બધાના પાશમાં દ્રઢ બંધાયો ઉંદરે આવી પોતાની બંધી નાત ભેગી કરી ચામડું ભીનું કરી કાતરી હાથીને મુકત કર્યો તે સુખી થયો. તેમ મોહવ્યાધે કર્મ રૂપી બંધને બંધાયેલ હાથીરૂપી જીવ શુભ ધ્યાન પરંપરા રૂપ ઉદરો વડે મુકત થઈ શિવગામી બને છે. ચારિત્ર વિરાધના-પત્ની મરતાં વસંતપૂરના દેવપ્રિય શેઠે વૈરાગ્યથી ૮ વર્ષના પુત્ર સાથે સંયમ લીધું પુત્ર અવાર નવાર ફરીયાદ કરવા માંડયો તાત ખુલ્લા પગે ચલાતું નથી, તાપ સહન થતો નથી, ગોચરી જવાતું નથી, સ્નાન કર્યા વગર ચેન નથી પડતું . બાપે પગરખાં છત્રી અચિત્ત જલે સ્નાન વિગેરેની મોહથી છુટ આપી. એમ લોચ બદલ મુંડન, સંસ્મારકમાં પણ છુટ આપી, પોતે ગોચરી લાવી આપે પછી કહે તાત બ્રહ્મચર્યવ્રત પાળવું શક્ય નથી. આ સાંભળી વિચાર્યું કે આ અયોગ્ય છે. મોહથી મેં બધી છુટ આપી પણ આ છુટથી તો હું નરકે જઈશ સંસારમાં અનંતા પુત્રો થયા છે આનો મોહ શા માટે ? પછી ગચ્છથી કાઢી મુક્યો તે મરી પાડો થયો પિતા દેવ થયા અવધિથી પૂત્ર જન્મ જોઈ સાર્થવાહરૂપે આવી તે પાડો પાણી લાવવા માટે લીધો ને ઘણું જ પાણી તેના પર ભરી ચલાવતા કહે છે કે તાત પગ બળે છે? માથું તપે છે? તાત લોચ થતો નથી કેમ? વિગેરે પૂર્વભવના શબ્દો સંભળાવે છે તે સાંભળી જાતિસ્મૃતિ થતાં પાડો રડે છે કે પિતાની આજ્ઞા મુજબ ચારિત્ર ન પાળ્યું તેથી પાડો થયો. દેવ કહે હું તારો પિતા છું હજુ શુભગતિ જોઇએ તો અનશન કર, પાડો અનશન કરી વૈમાનિક દેવ થયો. - પુષ્પ ચૂલા-જ ઘાબલક્ષીણ નવકલ્પવિહારી આચાર્યની ભકિત કરતા પુષ્પચૂલા સાધ્વીને કેવલજ્ઞાન થયું વર્ષાદમાં ગોચરી લાવતાં આચાર્યો દોષનું કહેતાં અચિત્ત સ્થાનથી લાવેલ છું કહ્યું કેવલિ છે તે ખબર પડતા પોતાને કયારે કેવળ જ્ઞાન થશે? પુછયું ગંગા ઉતરતા સાંભળી ગંગાનદીએ વહાણમાં બેઠા જે તરફ બેસે તે તરફ વહાણ નમી જતાં નાવિકે નદીમાં ફેંકયા જલજીવ અનુકંપા ધ્યાનથી શ્રેણિ માંડી અંતકૃત કેવલિ થયા દેવે મહોત્સવ કરતાં ત્યાં ગંગા તીર્ણ થયું.(ગુરુભકિત).
કનકકૃપા સંગ્રહ
૫૬૯