________________
વિમાનથી ચ્યવી ચારેયનો સાથે જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ પામ્યા. ક્રોધ-ભીમતાપસને તપ કરતાં આંખમાં વિષ ઉત્પન્ન થયું જંગલમાં જતાં ઉડતી બગલી તેના પર ચરકી. ક્રોધ કરી દ્રષ્ટિ વિષથી મારી. પછી એક શ્રેષ્ઠિ પત્નીએ ઠંડી ભીક્ષા દેતાં તેને મારવા આંખ લાલ કરી પણ તે સ્ત્રી કહે હું કાંઇ બગલી નતી. નવાઇ પામી પુછ્યું કે તમે આ વનની વાત કેમ જાણી ? તો કહે અયોધ્યામાં દંડક કુંભાર કહેશે ત્યાં જઇ પુછતાં કુંભારે કહ્યું તે કદિ ક્રોધ કરતી નથી તેથી તેણીને અવધિજ્ઞાન થયું છે હું આ વાત કેવી રીતે જાણે છે તો કહે તે સ્ત્રી ને જ પુછજો તાપસે આવી પુછતાં કહે તે કુંભાર ક્ષમા ગુણથી જાણે છે., આ જાણીને તાપસે ક્રોધે તજીને તપ કરવા માંડયો.
ધર્મીને દેવ સહાય-જ્ઞાની આચાર્ય માલવદેશે. કંચનપુરમાં આવી સદુપદેશ દે છે. થંડીલ જતાં રસ્તે મોટા ઝાડનીચે ત્રણ દિવસ રોતી સ્ત્રીને જોઇ રોવાનું કારણ પુછતાં કહે હું આ નગરની અધિષ્ઠાત્રી દેવતા છું સાધુઓ સ્વાધ્યાયાદિ પુણ્યકાર્ય કરે છે. મંદીરો છે. પણ નદી નગરને ડુબાડશે. તેથી રોઉં છું. સૂરિએ પુછ્યું આની શી ખાત્રી ? તો કહે તમારા સાધુ વહોરી લાવેલ દુધ લોહી થઇ જશે. તમે નાશી જો ને જ્યાં તે લોહી પાછું દુધ થઇ જાય ત્યાં રહેજો ગુરુએ શ્રાવકોને કહ્યું બીજે દિન દુધ લોહી થતાં સપરિવાર નાઠા ને જ્યાં દુધ થયું ત્યાં રહ્યા. જે શ્રાવકો ગુરુવચને પાછળ આવ્યા તે પણ રહ્યા ને ધર્મ કરી સુખી થયા પેલું નગર ડુબી ગયું. વિધિ અવિધિનું ફળ-ત્રણ પુરુષે પર્વત પર છ મારા સિદ્ધપુરુષની સેવા કરી પ્રસન્ને કર્યા તેણે માંગવા કહેતા ધન માંગ્યું, ત્રણએ ને તુંબડાના બી આપી કહ્યું ક્ષેત્રને પુષ્યાર્કે ૧૦૦ વાર ખેડી મંડપ કરી તેની છાયામાં આ બી વાવજો અને આ મંત્ર જપજો. તુંબડા ઉગેથી પત્ર શાખા સહિત તેને ઉખાડી તડકે સુકવી બી કાઢી લઇ સાચવી રાખજો. તે બીનું એક ગદીયાણો ચૂર્ણ ૬૪ તોલા તપાવેલ તાંબામા નાખતાં સુવર્ણ થઇ જશે ખુશી થઇ ધેર આવી એકે વિધિપૂર્વક કરતાં ઘણું સોનું કરી સુખી થયો. બીજાએ વિધિમા ખામી અવિધિ કરતાં ચાંદી થઈ ત્રીજાએ ગુરુએ કહેલ વિધિ ન કરાતાં કાંઇ ન થયું પ્રમાણે ગુરએ કહેલ વિધિથી આદરપૂર્વક દેવપૂજા દાનાદિ ધર્મ કરે તે સ્વર્ગ મોક્ષ સુખ મેળવે. વિધિ અવિધિથી કરે તે મેળવીને ને જે એમ પણ નકરે તે ત્રીજા પુરુષ માફક નરકે દુ:ખી થાય.
પતિ પરદેશ જતાં વીરમતીએ સાતવર્ષ નજીકના તાપસ સાથે રમી પતિ તેને આનંદ આપી સુવાડી તાપસ પાસે ગઈ. તાપસે જીવતો પતિ ઘેર છે તેથી ના પાડી. ઘેર ફાંસો દઇ પતિને મારી આવતાં તાપસે ભય પામી કાઢી મુકી સવારે તેણી અકસ્માત
૫૬૮
કનકૃપા સંગ્રહ