________________
હજામે ટપલું માર્યું, વાણીએ જાણીને ૧ રૂ।. દીધો. વધુ લાલચે દિવાનને મારતા તેણે ગોળી મારી ઘાયલ કર્યો.
જીવડાતો ગયા પણ રંગડાતો રહ્યા ? મૂર્ખ મીયાંએ મંદીવાળા સ્રીના પગ ઉંચા પકડી નદીમાં ઘસડી મારી.
નાતમાં શેઠે છેલ્લો રહેલ અડધો પાપડ પીરસતાં મૂર્ખને ભારે અપમાન લાગ્યું ને બદલો લેવા દેવું કરી નાત જમાડી વેર વાળવા તે શેઠને અડધો પાપડ પીરસ્યો પણ શેઠને તો કંઇ જ ન લાગતાં ભોઠો પડયો.
મૂર્ખ પંડિત-વિદ્વાન બની આવ્યો. કન્યા પરણ્યો. રૂપવતી જોઇ વિચાર્યું કે રૂપવતી ભાર્યા શત્રું: શત્રો: હનનં શ્રેય :- મારવાનો નિશ્ચય કરતાં શાસ્ત્ર વચન યાદ આવ્યું સ્ત્રી હત્યા મહાપાપં મુંઝાયો ત્યાં યાદ આવ્યું નાશાચ્છેદો રૂપનાશ: એમ પત્નીનું નાક કાપવા તૈયાર થયો હોહો થતાં છેવટ લોકોએ માંડ સમજાવ્યો.
> મારો દીકરો સાજો થાય તો છપગવાળુ જાનવર ચઢાવીશ દેવીએ સારો કર્યો વાણીએ દેવી આગળ જુ મુકી.
નૅ માએ શિખામણ દીધી કે જે કામ ઝાલવું તે મુકવું જ નહિ મૂર્ખ પુત્રે ખરપુચ્છ પકડયું તે ખૂબ લાતો ખાતા પણ ન મૂક્યું.
> — ધંધા માટે જતાં રસ્તે સળગતો નિભાડો જોઇ લાઠીઓ મારી ઓલવવા માંડયો ઘડાઓ ફૂટતાં, કુંભારે માર્યો ને કહે વધારે બાળવું જોઇએ . આગળ કયાંક આગ લાગેલ ત્યાં આસપાસ સળગાવવા લાગ્યો ને માર ખાધો.
નૅ સાસુએ પોંખતાં ભય પામી કહે તરાક ભોકીશ તો લાત મારીશ.
← મા મરતાં બેન કુટવા માંડી કે હાય રે ભાઇ, હા રે તું તો, હાય રે એકલો હાય પડયો તે, હાય રે મુંઝાઇ, હાય રે મરશે. હાય રે ! મૂળેં ચીડાઇ ટોલા વચ્ચે જઈ કુટવા માંડયું હાય રે બેન હાય રે હુતી, સેજે સુતી, પાપડ ખાતી હાય હાય હાય તું મને કુટે તો હું તને ન કુટું.
> શેઠે પરદેશ માલ વેચી ત્યાંનો મોધો માલ લાવવા કહ્યું મૂર્ષોં ત્યાંથી સસ્તુ સોનું નહિ પણ ત્યાંના મોંધા કાંદા લાવ્યો જે ઘેર પહોંચતા સડી ગંધાઇ ગયા.
· મશ્કરે કહ્યું અલ્યા તારી વહુ નાતરે ગઇ ને સુવાવડ ખાય છે, તો કહે હું ય એમ જ કરીશ. તો કહે તને દેશે કોણ ? કે નાતરું કરીશ ? મૂર્ખ કહે કોઇ નહિં દેતો બેન જોડે નાતરું કરીશ.
કનકકૃપા સંગ્રહ
૫૬૩