________________
આમ બાહ્યમૂર્ખતા કરતા માનવ ભવાદિ સામગ્રી મેળવી જે ધર્મ છોડી પાપ કાર્યો કરે છે, તે જ સાચો આવ્યંતર મહા મુર્ખ છે. ઈત્યાદિ વિષયો પર આ કથાઓ કહેવાય )
જેનું કાર્ય જે કરે તે ઉપર કંજુસ ખેડુતને જાડા ભિક્ષુકની કથા. શેઠે કહ્યું મફતનું ન ખા કાંઈ ન આવડે તો હું કરૂં તેમ કરજે કહી પાણીનો ઘડો ઉપડાવી ખેતરમાં શેઠ લઈ જઈ પોતે ખભેથી કુહાડો પટક્યો. ભીક્ષુક ઘડો ફેંક્યો-શેઠે ગાળ દીધી, તેણે દીધી, તેણેય દીધી, શેઠે તમાચો માર્યો શેઠ કહે તેમ કરવા ભીક્ષુકેય માર્યો. મારામારી શેઠ ભાગ્યા પાછળ પેલો પણ ભાગ્યો. શેઠ દોડતા ઘેર જઈ ખુણામાં સંતાયા પેલો બીજા ખુણામાં સંતાયો. છેવટ બુદ્ધિમાનોએ આવી વાત ઠેકાણે પાડી.
~ મુર્ખ ભરટકે બહુ વિચારીને અંતે પાડાના શિંગડામાં માથું નાખ્યું ને ઘવાયો !! બીકણને ચોરે ચીભડું માર્યું, ભયથી તેણે ચીસ પાડી હું મરી ગયો લોહીને કીડા નિકળ્યા.
> મુર્ખ કોદર ભટ ભાઈના સાસરે જમવા જતાં વિધવા બેનની શિખ મુજબ .હા. ને ના. બે જ શબ્દો કહેતાં બાફી માર્યું ! સસરે ક્રમથી પુછ્યું-ઘેરથી આવ્યા ? હા. બધા કુશળ છે ? ના, તમારા બાઈ માંદા લાગે ? ? હા. દવા લાગુ પડશે ને ? ના, આવેષે તો મર્યા લાગે છે ? હા. બધા રોયા, ભાભીએ ચુડલો ફોડ્યો મુંડાવ્યું કાણ મંડાણી ને કોદરને મિષ્ટાન્ને બદલે સાંજે ખીચડી ખાવા મલી.
અભણ કણબીઓ-બાદશાહ પાસે ફરીયાદ કરી. સલામ ન ભરી, કુંદને પણ ભરી દુંદમાં દેવતા મુકવો તો, આંગળીઓ ભાઈ, રાણીને પ્યારા ધણીયાણી.
ઉંટવૈઘ-ઉટની માફક દવા કરતાં ડોસીને મારી નાખી. સાચા વૈદ્ય કોઠફળ ગળે અટકેલ ઉંટને યુકિતથી ધોકા મારી ફળ ભાગી સારૂં કરેલ.
ભાડુતી ભાષણ-પટેલ નાતની સભામાં પ્રમુખ થયા. પણ વાંચવા માટે ભાડુતી ભાષણ તિજોરીમાં જ ભુલી ગયા. !
મુલ્લાએ અલ્લાનું નૂર વેચ્યું. દરબારમાં વેપાર કોણ કરી જાણે ? તે પર મુલ્લાં ને વાણીયાને વિવાદ થયેલ. છ માસ બાદ દુકાને મુલ્લાને બોલાવી કહે બાદશાહના દુ:ખાવા માટે મલમ કરવા તમારી દાઢી મુછના પીળા વાળ કામ લાગશે, ૧૦ રૂ. આપું. મુહ્યે ખેંચતાણથી સો લીધા. પણ ઘરે જતાં બિબી ગુસ્સે થઈ કહે અલ્લાનું નુર હતું તે વેચાય જ નહિ. નુર વગર રોટી નહિ દઉં. પેલો વાણીયા પાસે જઈ કરગર્યો. અને ઘણી ખેંચ પછી બેહજારમાં વાળ પાછા લઈ ઘેર જતાં બીબી ક્રોધે કનકકૃપા સંગ્રહ
૫૫૩