________________
બન્યું. યુકિતપૂર્વક બોલ્યો-આપના પહેલાં ત્રણ દહાડે. રાજા ગભરાઇ તેને સાચવવા લાગ્યો.
પ્રસિદ્ધ વકીલને નવા વકીલે ફતેહ કેમ થાય તે સલાહ પુછતાં તે કહે-પુરાવા મજબુત કરવા. લાવો ફીના હજાર, નવો મુંઝાયો ? ને કહે આપનો પુરાવો મજબુત હશે તો મળશે સાક્ષી દસ્તાવેજાદિ લાવો.
જમાઇ દર મહિને સાસરાને પોતાની સ્ત્રીના સ્વભાવની ફરીયાદ કરે તેથી એક વાર સાસરે કહ્યું કે હું જાણું છું તે ખરાબ સ્વભાવની છે, પણે હવે નહિ સુધરે ને એક પણ વધુ ફરીયાદ આવશે, તો મેં વીલમાં તેને માટે જે ૧૦ હજાર મંજુર કર્યા છે તે કાઢી જ નાખીશ. પણ પછી તો ફરીયાદ જ બંધ થઇ ગઇ.
બોલતા મહેતાજીનું થુંક પાટી પર પડતાં ચોકરે ઉપયોગનું કહેતા કહે-મહેતાજીનું થુંક તો ગંગાજળ કહેવાય. સાંજે રમવા જતા દાદાજીએ પોતાનો પડેલ દાંતઆપી ગંગાજળમાં નાખવા કહ્યું છોકરે ખરેખર ભુકો કરી બોલતા માસ્તરના મુખમાં પધરાવી દીધો.
કેદીની સ્ત્રીએ ચીઠ્ઠી મોકલી કે મોસમ આવી છે. પણ ખેડવાનો બંદોબસ્ત થાય તેમ નથી. કેદીએ ચીઠ્ઠી મોકલી કે ખેતરમાં ઠેરઠેર હથીયાર દાટયાં છે માટે ખેડવાનું માંડી વાળજો. પોલીસોએ ખેતર ખેડી નાંખ્યુ. પછી લખ્યું હવે મુશ્કેલી ગઇ હશે વાવજો.
વકીલે ચોકક્સ જીતીશું જ કહેતાં અસીલ ચાલવા માંડયો. ઘણું પુછતાં કહે હવે ઘરમેળે પટાવત કરીશ જીત તો નથી જ કેમ કે મે વીગત બધી સામા પક્ષની જણાવી હતી. વાહ બુદ્ધિ.
તમારા ગામમાં કોઇ મોટો માણસ જનમ્યો છે ? ના અંહી તો બધા છોકરાજ જન્મે છે પછી મોટા થાય છે.
મારવાડીને કથા પછી આરતીમાં પૈસા મુકવાનું કહેતાં કહે તારી ઉમર ? પાંત્રીશ. ઓહ તોતો મને ૭૫ થયા છે હું વહેલો દેવને મળીશ ને રૂબરૂ દઇશ.
સુકુ ઘાસ ન ખાનાર ઘોડાને લીલાં ચશ્મા ગાડીવાને પહેરાવ્યા.
કુવો વેચ્યો પણ વાણી વાણીઆએ પાણી નભરવા દીધું કિંમત માગી. રાજાએ કહ્યું ફકત કુવો જ વેચ્યો છે. તો વિપ્રના કુવામાં પાણી કેમ રાખ્યું છે ? રોજનું ભાડું
આપ.
કનકકૃપા સંગ્રહ
૫૪૯