________________
બુદ્ધિ-મકામાં કાબા તરફ પગ કરી શ્રમિત નાનક સુતા, આ જોઇ મુસ્લીમો કોધથી ખુદાના ઘરનું અપમાન કરવા માટે મારવા તૈયાર થતાં કહે-જે બાજુ ખુદાનું ઘર ન હોય તે તરફ મારા પગ કરો. આ સાંભળી પેલા ચૂપ થયા.
પુત્ર ૧૬ વર્ષનો થતાં માતાએ બાપની મંત્રીની ઠાઠની વાત કરીને રડી,પુત્રે ત્રણ દિવસમાં મંત્રી થવાનું કહી, પિતાના કપડા પહેરી રાજસભામાં જઇ ઓળખ આપી. ત્રણ દિ ત્રણ પ્રશ્નો પૂછયા. અક્કલ કયાં રહે છે ?(પંચમાં) અક્કલ ખાયશું ?(ગમ) અક્કલ કરે શું ? અંતે દરબારીઓએ ઉપાડેલી પાલખીમાં બેસી સભામાં જઇ, ત્રીજા પ્રશ્નનો ‘તે આ કામ કરે’ કહેતાં રાજએ મંત્રી બનાવ્યો.
દૂતપ્રજ્ઞા-શત્રુને મિત્ર કરું -રાજપરીક્ષામાં-નક્કી કર્યા છતાં રીસાયેલી રાણી પીયરથી દોડી આ. દૂત ઘોડા પર રાણીને પીયર ગયો. વહેમ પડે તેમ હિત માટે પરાણે મંત્રીએ રાણીને કહ્યું કે રાજાને બીજી કરવી છે તે નક્કી કરવા જાઉં છું. તમને જાણીને જ પીયર મોકલ્યા છે. રાણી દોડતા સાસરે આવી ગઇ.
બુદ્ધિ-સભામાં પંડિત માતૃભાષીવત્ ભારતની બધી અને પરદેશી ભાષામાં પણ બોલે. મૂળ કઇ ભાષા પંડિતની હશે તે જાણવા રાજાએ મંત્રીને કહ્યું. મંત્રીએ ગમે તે ઉપાય અજમાવવાની છુટ માંગી, ને સભા ઉઠતાં દાદરે જોરથી ધક્કો દઇ પંડિતને ગબડોવ્યો. તેણે છેક નીચે પડતાં ક્રોધથી ગાળોની વૃષ્ટિ કરી મંત્રી કહે રાજન્ સાંભળો આ એની માતૃભાષા । પોપટને રામ પઢાવો પણ બિલ્લી પાછળ પડતાં ?ટે જ કરે એમ સંકટમાં કુદરતી રીતે મુખમાં માતૃભાષા જ આવે.
હુમલો કરતાં વાઘને શિયાળે કહ્યું-મને નહિ મારી શકો, પ્રભુએ મને પશુઓના રાજા તરીકે મોકલ્યો છે, તેમનો કોપ થશે. વિશ્વાસ ન હોય તો મારી પાછળ આવી ખાત્રી કરો. એમ કરતાં બધા (વાઘથી) ડરીને નાસવા લાગ્યા. આથી વાઘ ઘભરાઇ નાઠો.
વનરાજ બીમાર પડતાં સહુ પશુઓ ખબર લેવા આવ્યા શિયાળ ન આવ્યું. દ્વેષી નારે કાન ભંભેરતા એક શિયાળ પકડી લાવવા હુકમ કર્યો. ધમકાવતાં તે કહે નામદાર ઔષધની ચિતાં માટે ફરતાં એક સુવૈદે દવા જણાવી છે કે નારનુ તાજું ઉતરેલ ચામડું ઓઠવાથી આરામ થશે. સિંહે તુરત નારને માર્યો.
ધર્માં બહુ કે પાપી-અભયકુમારે રાજસભાની ચર્ચા થઈ ધોળો કાળો મહેલ કરાવ્યો.નિયમો ભાંગનાર બેજ કાળામાં, બીજા બધા ધોળામાં ગયા. ધર્માં કહેવડાવવું સહુને ગમે છે પાપી નહિ.
કનકકૃપા સંગ્રહ
૫૪૫