________________
બહાર આવી સવાલો પૂછયા જેનો અંદરથી તે જવાબ દેવા માંડી. પ્રશ્ન શું કરે છે? જ.એક ને દબાવી હજારોની પરીક્ષા કરું છું. (ભાત દાબે છે) પ્ર.તારા પિતા કયાં છે ? જ.અનંત આકાશના પાણીને રોકવા ગયા છે (છાપરૂ સમું કરવા) પ્ર. તારી માતા કયાં છે? જ પીયરમાં પ્રશ્ન ક્યારે આવશે? જ. તે આ ગઈતો નહિ આવે, નહિ આવે તો પાછલે પહોરે આવશે (વચમાં નદી આવે છે તેમાં પાણી આવશે તો નહિ આવે નહિ તો સાંજે આવશે.) પ્ર. તારો ભાઈ કયાં છે ? જ.ગાંઠના પૈસા આપી ખાસડા ખાવા ગયો છે. ભાઈ પૈસા આપી દારૂ પીએ છે) પ્ર. તારી ભાભી કયાં ગઈ છે? જ. એકના બે કરાવવા ગઈ છે. (ચણાની દાળ બનાવવા ગઇ છે) મંત્રી કાંઇ જ નસમજ્યો રાજને બધી વાત કરી. છોકરી મહાચતુર જાણી તેના પિતાની સંમતિ લઇ રાજા પરણ્યો. પછી ખુલાસો પૂછતા ઉપર કૌસમાં છે તે ખુલાસો જાણી રાજા અતિપ્રસન્ન થયો. કાગડા સવારે જોરથી કેમ બોલે છે? પ્રશ્નના જવાબમાં પંડિતજી કહે પ્રભુ ભજન કરે છે, પછી કહે ઉષારાણીને જોઈ પ્રસન્નતા વ્યકત કરે છે. પણ સંતોષ ન થયો. આથી પૂછનારની બુદ્ધિશાળી બહેને કહ્યું કે સૂર્ય રાત્રિના ગાઢકાળા અંધકારને નાશ કરતો જોઈ કાગડાઓ ગભરાય છે કે અમને પણ અંધકાર સમજી ખતમ કરશે. તેથી જોરથી કા-કા પોકારે છે અમે તો કાગડા છીએ. અમારે નાશ ન કરતાં. આ કાફર છે અમે મુલ્લાઓએ ચઢાવવાથી બાદશાહે બુદ્ધિમાન હિંદુને સભા બંધ કરી, પણ તેના વગર ચેન ન પડયું, આથી બાદશાહે મુલ્લાઓને ચાર પ્રશ્નો પૂછયાં. જેનો જવાબ તેઓ ન દઈ શકવાથી પેલા હિંદુને માનપૂર્વક બોલાવી પ્રશ્ન પૂછયા જેવા સચોટ જવાબો આપ્યા. પ્રશ્ન સર્વ બીજ શું છે? જ.પાણઈ તે વગર કોઈ બીજ ઉગે નહિ. પ્ર. સર્વ રસ શું?.જ.મીઠું મીઠા વગર બધુ ફીકું લાગે. પ્રાકૃતજ્ઞ કોણ.? જ. કુતરો... કૃતઘ્ન કોણ? જ. જમાઇ મુલ્લાઓ ચૂપ થયા. હિન્દુને મંત્રી બનાવ્યો. ચારમલે ચોસઠ હસે, વસ રહે કર જોડ; જ્ઞાની સે જ્ઞાની મિલે, જાગે સાતે કોડ. આનો અર્થ શું? એમ રાજાએ સભામાં પૂછયું. પંડિતો મુંઝાયા એક તર્કવાદી એ કહ્યું છે જ્ઞાની ભેગા થતાં ચાર આંખ મળે, ૬૪ દાંત સ્મિત કરે. હસે બંને ના દશ દશ મળી વીસ આંગળા ભેગા થઇ નમસ્તે કરે. બન્નેના મળી સાત કોડ રોમ વિકસે-રોમાંચ થાય. રાજા ખૂશ થયો ને સરપાવ આપ્યો.
કનકકૃપા સંગ્રહ