________________
જેથી સંખ્યા તો સરખી જ રહેશે.
સૌ પોતાની રીતે જ જુવે છે.મોટા ગુનાંમાં આવેલ બીરબલે ઢેઢ પંચ પાસે ન્યાય માંગ્યો તો ત્રણવીસી દંડ કર્યો.
બુદ્ધિ-શાહી દરબારમાં ચર્ચા ચાલીકે ૧૨માથી ૪ જાય તો કેટલા રહે ? બધાએ આઠ કહ્યાં મૌન બિરબલે છેવટ કહ્યું કેમકે બાર માસમાંથી ચોમાસાના ચાર માસ જાય તો શું ખાક રહે ? એમ વર્ષમાં છેવટ ચાર માસ તો ધર્મ કરવો જ જોઇએ નહિં તો જીવનમાં મીંડુ રહે.
રહતાવિદ્વાનો કા સદા ચિંતન ભીન્ન વિચાર; શુન્ય વધે છદિ બાદ દે બારહમેં સે ચાર.
નવી નવી વાર્તાના શોખીન રાજાએ ડાંડી પીડાવી કે કદી પૂરી ન થાય. તેવી વાર્તા સંભળાવનારને લાખ સોનૈયા આપીશ. કંઇક નવી વાત ભળાવે પણ અંતે પૂરી થતા હારીને જાય. એક પંડિત આવ્યા તેને શરત સામી મુકી કે હર પ્રસંગે હુંકારો દેવો ને એક પ્રકરણ પુરૂ ન થાય ત્યાં સુધી આગળ શું થયું તે પુછવું નહિ. વાત શરૂ કરી. એક કરોડો માઇલનું વન તેમાં કરોડો વૃક્ષો. દરેકમાં લાખો શાખા પ્રશાખાદિ. કરોડો ચકલાનું ટોળું આવ્યું, બીજુ આવ્યું એમ કરોડો ટોળા આવી બેઠો. પ્રતિગુચ્છે પાંદડે પાંદડે બેઠા, એક ઉડયું કુર..બીજું ઉડયું કુરર..આમ કુરર..પુરું ન થતાં રાજા હુંકારો દઇ થાકયો. મગજ પાકયું ને લાખ દઇ રવાના કર્યો.
રાજા ભારે જીદી. એકવાર પોતાની સાસુ સાથે વાકું પડતાં મંત્રીને હુકમ કર્યો કે સાંજ સુધીમાં બધી જ સાસુઓને દેશનિકાલ કરો. મંત્રીએ પહેલા જ મહારાણીને હુકમ કર્યો, કેમ કે કુંવરી પરણેલ હતી. છેવટ રાજાને હુકમ પાછો ખેચવો પડયો.
*
નાની પુત્રવધૂના છતાં શેઠે રાજાને નિમંત્રી સ્વવૈભવનું પ્રદર્શન કર્યું. મંત્રીની સલાહથી રાજાએ સભામાં શેઠને બોલાવી કહ્યું કે જે પ્રતિક્ષણે ઘટે છે તે શું અને પ્રતિક્ષણે વધે છે તે શું ? આ બે પ્રશ્નનો જવાબ આપો નહિ તો પાંચકરોડનો દંડ આપો. દુ:ખી શેઠ ઘેર ગયા. વાત જાણી નાની પુત્ર વધે કટોરમાં દુધ ને હાથમાં ઘાસ લઈ સભામાં આવી. રાજા કહે આ શું છે? પેલી કહે તમારા મંત્રીમાં બુદ્ધિ નથી પશુ છે તેને માટે . ઘાસ લાવી છું અને તમો બાળક છો બીજાની બુદ્ધિથી ચાલો છો. તમને પુષ્ટ કરવા દૂધ લાવી છું. હે રાજન હવે પ્રશ્નનો જવાબ સાંભળો પળે પળે ઘટે તે આયુષ્ય, પ્રતિક્ષણ વધે તે તૃષ્ણા છે. રાજા ને સભા પ્રસન્ન થયા.
જંગલમાં રૂપાળી ખેડૂત કન્યા જોઇ રાજા મુગ્ધ બન્યો તે જાણી મંત્રી તેને ઝૂંપડી કનકકૃપા સંગ્રહ
૫૪૩