________________
ઉના બુદ્ધિ-શેઠે મરતાં કહ્યું કે જરૂર પડે આપણા ભંગીની સલાહ લેજે પ્રસંગે બેનના
લગ્ન માટે પુછતાં ભંગી કહે મારા સાળાનો દીકરો સારો છે, ભણેલો ઠીક વિગેરે કહેતા છોકરો કહે અરે આમ તો કેમ બને? ભંગી કહે આ માટે જ મારી સલાહ લેવાનું કહેલ છે કે સહુ ના સ્વાર્થની જ વાત કરશે. માટે સલાહ ભલે લ્યો પણ તમારે હૈયે બેસે તે પ્રમાણે જ કરો. બુદ્ધિ-બ્રહ્મ સત્ય જગત મિથ્યા માનનાર અદ્વૈતવાદીએ આપેલ સોહનો મંત્ર ભકત જોરથી જપતો. ત્યાં દૈતવાદી એ ભૂલ કહી કે આગળ દા લગાવો અદ્વૈતવાદીએ જાણ થતા તેણે આગળ સ ઉમેરાવ્યો પણે પેલા આવીને ફરી એક દા આગળ મુકાવ્યો. (દાસદાસાહ) કાજીઓ વિરૂદ્ધ બાદશાહે હિન્દુ નોકર રાખ્યો. કાજીઓને ચૂપ કરવા પ્રશ્નો પુછયા જેનો જવાબ તે હિન્દુજ દઈ શકયો. સ.બધાનુ બીજ કાજી શું? હિન્દુમંત્રી. બધાથી મોટો પુત્ર કોનો? આપનો ગાયનો બધાથી મોટા દાંત કોનો? હાથીના હળને બધાથી મોટું પેટ કોનું? હાથીનું પૃથ્વીનું બધાથી હોંશીયાર કોણ? આપ સમયોચિત કરે તો તેમને ખબર હોય. વાંક તેમનો જ છે. બુદ્ધિ-યજમાને આપેલ ભેંસ લઈ જતાં બ્રાહ્મણને લુંટારો મળ્યો. લાઠી ઉગામી ભેંસ આપી દેવા કહ્યું પેલા ગભરાયો પણ પછી બુદ્ધિ વાપરી કહે છે કે ભાઇ સાબ બ્રાહ્મણ છું ભેંસ લઈ લ્યો પણ બ્રાહ્મણ સમજી મને કંઇક આપ. લુટારો કહે કાંઇ નથી આ લાઠી છે લઈ જા. લાઠી લઈ બ્રાહ્મણે આંખ ફેરવી ને કહે બદમાસ ભાગી જા નહિ તો ખોપરી તોડી નાખીશ. પહેલા તારી પાસે લાઠી હતી હવે મારી પાસે છે. જીસકી લાઢી ઉસકી ભેંસ. પેલો ભાગી ગયો. બુદ્ધિ-સોદાગરને ઘોડાઓ માટે એક લાખ રૂા. બાદશાહે એડવાન્સ આપ્યા, બીજે દિ બિરબલને બાદશાહે પૂછયું કે નીચે બેસી શું લખતો હતો? તેણે કહ્યું મુખઓના નામ બાદશાહે વાંચતા પહેલું જ પોતાનું નામ જોઈ નવાઈ પામી પૂછતાં કહે લાખ રૂા. વગર પીછાને આપ્યા તેથી. બાદશાહને પોતાની ભૂલ સમજાઈ પણ પુછયું કે સોદાગર ઘોડા લાવશે તો ? બીરબલ તો આપનું નામ ચેકીને સોદાગરનું લખીશ.
૫૪૨
કનકકૃપા સંગ્રહ