________________
બુમાબુમ કરી બાજુની ઝુંપડીથી શ્યામદાસ ગોદડી ઓઢીને આવ્યો ને કહે કૃષ્ણદાસ શું થયું? એણે બધી વાત કરી કે હું તો સુટાયો ત્યારે તે કહે મૂરખ લોટા માં રખાય? જો મેં મારી ગોદડીમાં ૫૦૦ સોના મહોર કેવી સીવી રાખી છે? વાંધો જ ન આવે કૃષ્ણદાસે જોવા માંગી તે આપવા પેલાએ હાથ લંબાવ્યો ચાલાક ચોબે વચ માંજ હાથ રાખી લઈ લીધી. પેલા પાછી માગતાં કૃષ્ણદાસ કહે તે આપી છે જ કયાં? બંને ખૂબ લઢતાં અવાજથી રામદાસ લાકડી લઈને આવ્યો વાત પૂછીને કહ્યું બંને મૂર્ખ છો. મારી માફક લાકડીમાં સોનૈયા રાખી હોય તો વાંધો જ ન આવે. શ્યામદાસે જોવા માંગી તે આપતા ચોબે વચ્ચેથી જ લઈ લીધી પછી તો ત્રણએ ખૂબ લઢયા તે જોઈ ખુશ થતો ચોબો બધું લઈ રવાના થઈ ગયો. • બાપે છેલ્લે બે પુત્રોને બોલાવી એક આનો આપી કહ્યું જે પુત્ર બાજુનો ઓરડો
એક આનાની ચીજ લાવી ભરી દેશે તેને બધી મિલ્કત સાચવવા આપીશ મોટાભાઈએ ઘાંસ ફક્સ લાવી ઓરડો ભર્યો, નાનો ભાઈ ૧ પૈસાનો માટીનો દીવો, ૧ પૈસાનું બાકસ ને બે પૈસાની ચટાઈ લાવી એક ઓરડો સાફ કરી ચટાઈ પાથરી દીવો સળગાવી બેઠો.સંબંધી સાથે આવી બાપે બન્ને ઓરડા જોયા બધાએ નાનાને વખાણ્યો
તેને મિલ્કત સોંપી. અબ મૈસુરના રાજાએ હુકમ બહાર પાડ્યો કે રાજા સિવાય કોઈએ ૭ ઘોડાની બગીમાં ન
બેસવું. બેસે તો છ માસની જેલ. રામસ્વામી મુડલીયા દિવાન હતાં. તેઓ ૭ ધોડાની બગીમાં બેસી જાહેરમાં ફર્યા કેસ થયો સાક્ષી પુરવા ફોટાથી પુરવાર થયું દિવાનને બચાવ માટે પૂછતાં કહે કેસ ખોટો છે. સાત ઘોડાની બગીમાં બેઠો જ નથી. જજે પુરાવા સાક્ષી સાબીતી કહેતાં દિવાન કહે છ ઘોડા એક ઘોડી હતી.
ગુન્હો લાગુ પડતો જ નથી ને છુટી ગયો. શિ• શત્રુના વિશાળ સૈન્ય વર્ષભર ઘેરો ઘાલ્યો. બધા કિલ્લામાં પ્રજા ભૂખે મરવા માંડી.
દરવાજા ખોલી કેશરીયા કરવાંમાં મતભેદ પડયો. હતાશ સભાને એક છોકરી કહે હું જીતી આપું મારી બકરીને ચાર છ દિવસ પેટભરીને ખાવાનું આપો એમ કરતાં બકરી પુષ્ટ થઇ તેને દરવાજા બહાર કાઢી. શત્રુસૈન્ય હતાશ હતું પુષ્ટ બકરી જોઈ કિલ્લામાં ખૂબ અન્ન હશે.નહિં જીતાય સમજી ઘેરો ઉઠાવી નાશી ગયું. • હાજર જવાબ-બાદશાહ-સભા શું વિચારે છે? બીરબલ-આપનું દીર્ધાયુષ્ય. આપનું સામ્રાજ્ય વધો વિગેરે સ. હાથમાં વાળ કેમ નથી? જ. આપ દાનેશ્વરી દાન દેતા ઘસાઈ ગયા. મને દાન લેતા ઘસાયા. સભા છાતી કુટે છે. તે હાથ ઘસે છે કે અમે
રહી ગયા એટલે એમને ઘસાયા. કનકકૃપા સંગ્રહ
૫૪૧