________________
રાજા સમજીને ચૂપ થઈ ગયો. કા• જમીનના મધ્યભાગ કયાં? ખીલો ઠોક્યો કે આ ! આકાશે તારા કેટલા? ધેયે
બતાવી કહે આના વાળ જેટલા ! સ્ત્રી પુરુષની સંખ્યા કુલ કેટલી ? હીજડાઓએ એમાં ગડબડ ઉભી કરી છે. શહેરમાં કાગડા કેટલા? ૭૫૭૬૯ ગણી જુઓ, વધારે હોય તો બહારગામના પરોણા ને ઓછાં હોય તો ગામતરે ગયા. તે જાણવું!
સમુદ્રનું પાણી જોખી આપો. બધી નદીઓને અંદર રોકો એટલે કહું! ઉના બ્રાહ્મણ ક્ષત્રીય અને હજામ ત્રણ ખેતરમાંથી ચણાના પોટકા બાંધ્યા ચતુર ખેડુતે
બેનો હક્ક કહી હજામને પીટ્યો. પછી બ્રાહ્મણનો કહી હજામને પીટ્યો. પછી બ્રાહ્મણનો હક્ક કહી ક્ષત્રિયને અને છેલ્લે બ્રાહ્મણને પીટ્યો. ત્રણેને ઈર્ષા હતી. એક પીટાતાં બીજા રાજી થતાં. ઔત્પાતિકી બુદ્ધિ બે છોકરાની વહુઓને સાસુ સારું ખાવા ન દેતી એકવાર ખાંડની ગુણને ઘીનો ડબ્બો ઘેર આવ્યો બંનેએ શીરો બનાવ્યો. એક ખાવા બેઠી બીજી ખબર રાખવા પછી બીજી ખાવા અંદર બેઠી એક બહાર ત્યાં ટેવ મુજબ રસ્તામાંથી ઝાંખરા ઉપાડી સાસુ આવતી જોઈએ ધુણવા માંડી કે ઝાંખરા ઉપર બેઠી છું. વહુના દિલમાં પેઠી છું. સાસુએ ઝાંખરામાં ડાકણ સમજી ફેકી દીધુ પણ ઘરમાં પેસે તો પંચાત એટલે વહુ ધુણતી બોલવા માંડી. જ્યાં લાવી ત્યાં મુકી જા મને પગે લાગી જા સાસુ વહુને પગે લાગી ઝાંખરા મુકવા ગઈને વહુ શીર ઝાપટી ઓટલે
આનંદથી બેઠી. મિe માયાવી માયાવીથી ઠગાય-ત્રણ સુરદાસ અને ચટચોબો ચિંત્રિકુટ તીર્થમાં રાજાએ
જઈ બધા બ્રાહ્મણોને જમાડી સોનૈયો દક્ષિણામાં આપ્યો. ચં.ચોબાને ઘેર જવામાં જંગલ આવતું ગંગા કીનારે સાંજ પડી ગઈ. ત્યાં ત્રણ ઝુંપડામાં એક અંધ બાવો રહેતો હતો, રાત ઝુંપડામાં ગાળવા એક ઝુંપડામાં ગયો બધી વાત કરી અંધ બાવો કહે ખુશીથી રહે મેં તો કોઈ દિવસ સોનામહોર જોઈ નથી કેવી હોતી હશે? પાકા ચોંબાએ પણ દયા આવવાથી બતાવી. બાવે આમતેમ ફેરવી સુધી મોંમા મળે પછી તરસ લાગવાનું અને અત્રે ગરમી છે ગંગા કીનારે સુઇ જઈશ કહી ચાલતો થયો પણ બહાર જઈ તરત ઝુંપડીમાં આવી સંતાઈ ગયો. અંધે પછી ઝુંપડીનું બારણું બંધ કરી આસનની નીચેના ખાડામાંથી લોટો કાંટ્યો તેમાં ૯૯ મહોર હતી ગણી નવી મોઢામાંથી તેમાં નાખી લોટો ખાનામાં મુકી આસન લેવા હાથ ફેરવતાં જ ચોબાએ આ ખાડામાંથી લોટો લઈ લીધો અંધ આસન મુકી ફરી ખાત્રી માટે ખાડામાં હાથ નાખતાં લોટો ન જણાયો ચોબાનું કામ સમજી બારણુ તપાસી
કનકકૃપા સંગ્રહ
૫૪૦