SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ જોતાં રાજ વિગેરેને નવાઇ લાગી લાગી. આમ પુરુષાર્થ થી વૈરી વ્યંતરે કરેલ ઉપદ્રવ રૂપ ભાવથી મંત્રી કુટુંબ બચી ગયું. શેત્રંજ બાજીના શોધક પર રાજા ખુશ થયા ને માગવા કહ્યું તેણે બાજીના ૬૪ ખાના મુજબ ઘઉંના એક દાણાથી શરૂ કરી દરેક ખાને ડબલ કરી આપવા કહેતા રાજાએ મામુલી માંગણી સમજી હા પાડી પણ પછી આંકડા શાસ્ત્રીઓએ ગણત્રી કરી કહ્યું આખી પૃથ્વીના ઘઉં આપો તોપણ ઓછા પડશે. કેમકે ૧૮, ૪૬, ૭૪૪, ૦૭૦, ૭૦૯,૫૫૧,૬૫૧ દાણા થાય. !! રાજાએ બુદ્ધિ વાપરી કહ્યું એને જાતે ગણીને લેવાનું કહો. પેલો ગણીને થાકે ને જીંદગી પૂરી થાય તોય ગણી ન શકે એટલે લઈ ન શકયો. બુદ્ધિ-બાદશાહે બેમાં કોણ સારૂ ગાય છે તે સર્ટીફીકેટ લેવા ગ્વાલીયરના ચુસ્ત ધર્મપ્રેમી રાજા પાસે બીરબલ અને તાનસેનને મોકલ્યા. રાજા તાનસેનના સંગીત પર ખુશ થયા. સર્ટીફીકેટ લખી રાખ્યું પણ બીરબલે ખાનગીમાં રાજાને મળી કહ્યું કે હું જીતું તો ૫૦૦ ગાયના દાન દેવા મેં પ્રતિજ્ઞા કરી છે. તાનસેને ૫૦૦ ગાયની કુરબાની લીધી છે રાજાએ તુરંત બીરબલને સર્ટીફીકેટ દઈ બંનેને રવાના કર્યા. * વિદ્વાન પંડિત મૂર્ખના ગામમાં ખા-ખા મૈયા આદિ પ્રશ્નોથી હાર્યો પોથી મુકી ભાગ્યો. તે જાણી તેનો અભાણાભાઈ ત્યાં જઈ પહેલા તો ખેડાખડી પછી બોયાબોયી વિગેરે માથા ભારે જવાબ દઈ જીતી આવ્યો. બુદ્ધિ અમેરીકન સેનેટમાં ગધ્ધાના નિશાન પર સરકાર પક્ષ ચુંટાયેલ અને વિરોધ પક્ષ હાથીના. વિરોધ પક્ષના લીડર અડધા ગધેડા છે કહ્યું, સુધારવા કહેતાં અહી અડધા ગધેડા નથી એમ સુધાર્યું. ૧૯૨૬માં ઈંગ્લેન્ડ ખૂન કેસમાં મોતીલાલ નહેરૂને બોલાવેલ. કોઈ રીતે આરોપી ખૂની પુરવાર થાય તેમ ન હોવાથી તેઓ છેક સુધી મૌન જ રહ્યા નિર્દોષ તરીકે જજે ચુકાદો સંભળાવતાં જ પુરૂ થતાં પહેલા તે ઉઠ્યાં? . રાજાએ બધા ઝવેરીઓને લુંટી લેવા બોલાવી પૂછયું કે મારા દાદાનું, બાપાનું કે મારું કોનું રાજ્ય શ્રેષ્ઠ? ઝવેરીઓ સમજી ગયા મહિનાની મુદત માંગી ખૂબ મુંઝાયા ખૂબીથી આપ્યો કે આવી બાબત મને શી સમજ પડે પણ મારી એક વાત અનુભવની સાંભળો, મારી ૨૦ વર્ષની વયે ભર વરસાદમાં રાત્રે દાગીનાથી લાદેલી જવાન કન્યાને આશરો આપેલ પણ રૂંવાડું ય ન ફરકેલું. ૫૦ ની ઉમ્મરે એવાજ બનાવમાં વિકાર મનમાં થયેલ ૯૦ વર્ષની ઉમ્મરે દાગીના લુંટી ભોગવવા મન બગડેલ છે કનકકૃપા સંગ્રહ ૫૩૯
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy