________________
વૃદ્ધ બુદ્ધિ રાજકુમારો વાનરો સાથે કીડા કરે છે. તેમને સુંદર ફલાદિ આપે છે. વાનરો મજા કરે છે. પણ રાજાને પ્રિય ઘેટામાંથી કોઇક રોજ રાજ રસોડામાં ખાવા ઘુસે છે. ત્યારે રસોઇ બળતું લાકડું લઈ તેને કાઢે છે ને મારે છે આ જોઈ વૃદ્ધ વાનરે બધાને કહ્યું કે આપણે અત્રેથી નાશી જશું નહિ તો મરી જઈશું કેમ કે કોઇવાર ઘેટાને બળતું લાકડું મારતાં તેની ઉન સળગશે અને તે પાસે ની ઘાંસની અશ્વશાળામાં ભાગશે શાળા અને ઘોડા બળશે ત્યારે વૈધો ઘોડાની ચાંદીની રુઝ માટે વાનરતેલ ચોપડવાનું કહેશે ત્યારે બધાને મોત આવશે. આ સાંભળી વાનરો એ તે વૃધ્ધને ગાંડો ગણ્યો ને તિરસ્કાર્યો રડતો તે એકલો ચાલ્યો ગયો.પછી એકવાર તેના કહેવા પ્રમાણે જ થયું થોડા નાસી વૃદ્ધા પાસે ગયા. બાકીનાને વૈદ્યો એ પકડી મારી નાખ્યા માટે વૃદ્ધનું કહેવું ન માને તે વાનરો માફક મરે. પોતાની કું. ના બિસ્કીટ ફાંસી ચઢતી વખતે વખાણે તો ૧૦ હજાર તેના કુટુંબને નિભાવાર્થે આપશું શરત સ્વીકારી તેણે ફાંસી વખતે તે કુ. ના બિસ્કીટ ખાવા ઇચ્છા કરી વખાણ્યા દસ હજાર તેના કુટુંબને આપ્યો પણ આ બાબતની જાહેરાત કરીને અમેરીકાન બિસ્કીટ કું. ક્રોડો કમાઈ ગઈ જાહેરાતનો જમાનો છે. નદીમાં પાણી ખોબે ખોબે ઉછાળી. પિતૃઓને અર્થ આપનારને જોઈને નાનકે નીચા વળી થોડું થોડું પાણી કિનારે ફેકવા માંડયું પેલાએ પૂછતાં કહે ૧૦ કોસ દુરના મારા ખેતરે લઈ જાઉં છું પેલો હસ્યો કે આમ બની શકે ? નાનક હસીને કહે આ ન બની શકે તો સ્વર્ગવાસી પિતૃઓને કેવી રીતે પહોંચશે ? પેલો ચુપ થઈ ગયો. ને અર્ણ બંધ કર્યું. એક વિદ્વાન પંડિત વિજય મેળવતો વિદ્વાન સંતોને જીતવા આવ્યો. ચર્ચા માટે સંતે ના પાડવા છતાં સખ આગ્રહ કર્યો ને કહ્યું તમે પૂર્વપક્ષ સાંભળજો હું ઉત્તરપક્ષ સાંભળી અવશ્ય તમારું ખંડન કરીશ. બીજા દિવસે વિદ્વટ્સભામાં સંતે પૂર્વપક્ષ સ્થાપયો કે આપ મહા વિદ્વાન છો, પુન્યશાલી છો, આપના માતાપિતા ગુરુજનો સદાચારી ને ધન્ય છે. તમારી માતા સતી છે વિગેરે હવે પેલો આ વાતનું ખંડન કેવી રીતે કરે ? ગભરાયો પગે પડયો ને માફી માંગી. મંત્રીએ સુબુદ્ધિ પુત્રના નિમિત્તે પંદર દિવસમાં આખા કુટુંબ પર મરણાંત કષ્ટ આવશે એમ નિમિતિયા દ્વારા જાણી પુત્રને પેટીમાં પૂરી રાજાને પોતાનું સર્વસ્વ છે કહી પેટી સાચવવા આપી ઓચ્છવ ધર્મધ્યાન કરવા માંડયું. પંદરમે દિવસે રાજપુત્રીની વેણી સુબુદ્ધિએ કાપી એવો પોકાર ઉઠયો. રાજાએ મંત્રી કુટુંબની કતલનો હુકમ કર્યો. મંત્રીવચનથી પડી ખોલતા અંદર શસ્ત્રને વેણી સાથે સુબુદ્ધિને
કનકકૃપા સંગ્રહ
૫૩૮