________________
મોટાની પુંઠમાં પેસીયે તો ચગદાઈ મરીએ. તળાવનાં મરેલ હાથીની ગુદામાં માંસ લોલુપી શિયાળ પેઠું. ઘણાં દિ મઝા કરી, પણ ઉનાળે પુંઠ સુકાઈ દ્વાર બંધ થતાં પાણી ન પી શકયું. ચકલાનો અવાજ સાંભળી કહે પુંઠને પાણી છાંટો તો અગત્યની
વાત કહું. એમ પહોળી થતાં ઉપર મુજબ કહેતાં નાડું. - યુકિત-સીદી કોટવાલને ચોરે કહ્યું કે સાહેબ મોં કાળું કરશો નહિ. નહિ તો ગામ
જાણશે કે કોટવાલને ગધેડે બેસાડયા છે. ખુશ થઇ છોડી દીધો. (બૃહભાષ્ય વૃત્તિ પીઠીકા) મૂર્ખ મોટો કે વિદ્વાન? બે પાંચ સૂત્રો ને શ્લોકો કરી બ્રાહ્મણ ગામડામાં પંડિત બની લહેર કરતો સાચો વિદ્વાન સશિષ્ય આવતાં મૂર્ખ વાદમાં પૂછયું “કાગને સંસ્કૃતમાં શું કહે ?” પંડીતે કાક કહેતાં, હાંસી કરી કે એ તો સહુ જાણે છે. સંસ્કૃતમાં શું ? ફરી તે જ કહેતાં, હલકો પાડી કહે કીકાંક થાય.
ગામડીયા ખુશ થયા ને સાચો નાસી ગયો. + ચિત્રકારની પુત્રીએ અજાયબ વાતો કરી છ માસ રાજાને આકર્મો અને આત્મનિંદાથી
સુખ પામી. એક કન્યાને માતા પિતા ને ભાઈએ જુદા જુદા સ્થાને આપી. તકરારમાં સડિંસથી કન્યા મરી. મન્નારાધનથી જીવાડનાર પિતા, સાથે બળનાર ભાઇ ને તપસ્વીને પરણાવી ભોયરાના દાગીના ઘડતા સોનીઓમાં માણીઓના દીવાથી રાત દિ અભેદ છતાં એકે રાત્રી કહી. (રતાંધો) ચોરોને પેટીમાં પુરી સમુદ્રમાં મુકયા. કિનારે પૂછતાં એકે ચોથો દિ કહ્યો. (ચોથીયો તાવ હતો) મહોત્સવમાં ઉછીના કડા લાવ્યા, પણ કન્યા મોટી થતાં નીકળ્યા જ નહિ. કડાવાળે બીજા નહિ લેતાં, તે જ રૂપિયા માંગી ચૂપ કર્યો.
પેક ઘડામાંથી (કાચના) ચોરાયેલ રત્નો જાણ્યા. – વૃદ્ધની નજર-દાદીમાં એદી હતી તેથી ના કહી, છતાં લગ્ન કર્યા તો ઘણી વૃષ્ટિનું
ગરલ મિશ્ર પાણી પીવાથી મર્યો.-- - બુદ્ધિ-કાળજું આંબે છે કહી વાનર મગરથી બો. - માથું વાઢે તે માલ ખાય.(મૂર્તિનું) - ચૈત્ર સુદ ૧૫ના બાર વાગે મંદિરના શિખરમાં ધન દાટયું છે. (પડછાયામાં) + સલાહ ભારે પડી-ખેડીને થાકેલ બળદે મઝા કરતા ગધેડાને છુટવા સલાહ પૂછતાં
માંદા પડવા કહ્યું. પણ કુંભારે તેને જ હળે જોડયો. ચાર દિ દુઃખી થઈ કસાઈ ને
આપશે કહેતાં ભય થી બળદ સાજો થતાં પોતે માંડ છુટયો. - કજીઓ જોવા ઉભા ન રહેવું. એ વેચાતી લીધેલી અક્કલ પાછી આપી. પણ
૫૩૪
કનકકૃપા સંગ્રહ