________________
*
વાળે બે ન લેતાં ૧૧ કટકે ન્યાયથી ૧ આનો લેવો પડયો. બુદ્ધિ-કલાર્ક ૩૬ ક્લાકની રજા માગી લગ્નમાં ગયો. પણ અઠવાડીયે આવતાં સાહેબ ક્રોધે ભરાઇ દંડ કરવા લાગ્યા. પેલો કહે સાહેબ રોજના તમારા નોકરીના છ ઘંટા છે, બાકીના મારા છે, છ દિના ૩૬ કલાક, ને રવિવાર તો હકનો હતો મોડો કયાં છું? એક અપુણ્યાનું મુખ જોનારને ખાવા ન મળે તે ખાત્રી કર્યા બાદ બાદશાહે ફાંસીની સજા કરી. પણ બિરબલની બુદ્ધિથી, બાદશાહનું મુખ પહેલું જોનારને ફાંસી મળે છે કહેતાં મુકત કર્યો. લાલ ટોપીના ગુણ-દવા માટે આવી ડોસીને ત્યાં ઉતરેલ બ્રાહ્મણ રાતે મરી ગયો. કોઈ ઓળખે નહિ. આફત ટાળવા ચાર મીયાં વેશધારી હિંદુએ મૈયત કરી ઉપાડી મુસ્લિમ લત્તેથી ચાલ્યા. બધા મીયાં ખભો દેવા માંડયા ને પેલા ચાર છટકી ગયા કમે મૈયત કબ્રસ્તાને પહોચી પણ નોંધાવે કોણ? કોઈનું સગું ન્હોતું. છેવટ મડદું જોતાં જનોઈ જોઈ ગભરાયા !! અંતે અગ્નિદાહ દેવા તે બધા મીયાં સ્મશાન તરફ દોડયા રસ્તે પોલીસોને શક પડતાં પકડયા. ને કેસ કરતા હેરાન થયા. બીરાદરી ભાવનો પેલા ચારે ગેરઉપયોગ કર્યો. આંધળે વણિકની મહોર પોતાની કરી. પણ કાણાની સલાહથી. રાત્રે ભેગા થતાં અંધો પાસે જઇ, પરસ્પર બતાવતાં અંધો પાસેથી લઇ લીધી. વહુ પર દાબ રાખીને જમાઈએ સાસુને સીધી કરી, સસરાનું દુઃખ ટાળ્યું...જેના સસરાની છાતી પર ભાણું, તેના જમાઈનું મોભે ન્હાણું..! સુપુત્રે માતાને પીડતી વહુને બરાબર શિક્ષા કરી. વહુ-કરતા હો તેમ કરો ને છાસની દુણી ભરો. સાસુ-જુવો પુત્ર ગંગા નાચે છે ડોસીને ધ્રુજે છે ટોંગા, હાથમાં મુશળ
ને એમ કુશળ... « સુખી થતાં ઉદાર થવું જોઈએ નહિં તો શેઠને રાજાએ ગામ આપ્યું પણ તેણે
કોટવાલાદિને ખુશ ન કર્યા, તો લીંગી ફંગીએ યુકિતથી રોકવું, છેવટે બધાને અડધું
લખી દીધું ત્યારે યુકિતથી અપાવ્યું. - શૃંગાલબુદ્ધિ-શેઠે વૃદ્ધ ઘોડાને કાઢી મુકયો કે વાઘ મારી લાવ તો ખોરાક દઉં.
શિયાળ મિત્રે યુકિત કરી. ઘોડો મડદા જેવો થઈ પડયો તેના પુંછડે વાઘ બાંધી મરાવ્યો. વાઘને કહ્યું બને ના પુછડો બાંધી દઉં આ મડદાને ઘસડી ગુફામાં નિરાંતે
ખાશું પછી ઇશારો કરતાં ઘોડો દોડયો ને વાઘ મર્યો. કનકકૃપા સંગ્રહ
૫૩૩