________________
પાંચમો દેવલોક આવેલો છે, તેની ઉપર છઠ્ઠો દેવલોક આવેલો છે, તેની ઉપર સાતમો દેવલોક આવેલો છે, તેની ઉપર આઠમો દેવલોક આવેલો છે, તેની ઉપર નવમો અને દસમો દેવલોક સામસામે આવેલો છે, તેની ઉપર અગીયારમો અને બારમો દેવલોક આવેલો છે, તેની ઉપર નવ રૈવેયક આવેલી છે, તેની ઉપર પાંચ અનુત્તર આવેલા છે, તેની ઉપર સિધ્ધશિલા આવેલી છે, તેની ઉપર
સિધ્ધપરમાત્મા છે, તેની ઉપર અનંત અલોક છે. દેવલોકના દેવોની ઉંચાઈ ઉત્કૃષ્ટ પહેલા અને બીજા દેવલોકના દેવોની ઉંચાઈ સાત હાથની છે. ત્રીજા અને ચોથા દેવલોકના દેવોની ઉચાઈ છ હાથની છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવોની ઉંચાઈ પાંચ હાથની છે.? સાતમા અને આઠમા દેવલોકના દેવોની ઉચાઈ ચાર હાથની છે. નવમા, દસમા, અગીયારમા, બારમા દેવલોકના દેવોની ઉચાઈ ત્રણ હાથની છે. નવ રૈવેયકના દેવોની ઉંચાઈ બે હાથની છે. ચાર અનુત્તરના દેવોની ઉંચાઈ એક હાથની છે.
પાંચમા અનુત્તરના દેવોની ઉંચાઈ એક હાથમાં થોડી ઓછી. દેવલોકમાં વિમાનોની સંખ્યા
૧. સૌધર્મદેવલોકમાં ૩ર લાખ વિમાનોની સંખ્યા છે. ૨. ઈશાન દેવલોકમાં ૨૮ લાખ વિમાનોની સંખ્યા છે.
સનત્કુમાર દેવલોકમાં ૧૨ લાખ વિમાનોની સંખ્યા છે.
માહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ વિમાનોની સંખ્યા છે. ૫. બ્રહ્મલોક દેવલોકમાં ૪ લાખ વિમાનોની સંખ્યા છે.
કનકકૃપા સંગ્રહ
*
૩૫