________________
A
અનુકદડુકીઓ કોઈનો નહિ-પશુ-પક્ષી યુદ્ધમાં ઘુવડ કથા. સંધી થતાં મીજબાનીમાંથી નાસવું પડ્યું. પાંચ કારણ વાદ-સ્યાદ્વાદ. બાદશાહે લીટી ખેંચી સભાને અડ્યા સિવાય નાની કરવાનું કહેતાં છેવટ બીરબલે બીજી મોટી તાણીને નાની કરી. એમ ઈર્ષ્યાથી ઉતારી ન પાડતાં સ્વયં ગુણવાન બનવું જોઈએ તો મોટા થવાય. અભૂત ચાર કથા-વિકમે પરદેશીને પૂછતાં કહ્યું કે કનકપુર રાજાની સુરૂપ પુત્રીએ મને રાત્રે ચાર વાર બોલાવે તેને પરણું. તે પ્રતિજ્ઞાથી ઘણા રાજ અને શ્રેષ્ઠિ પુત્રો તેણીને ન બોલાવી શકવાથી મુંડ મસ્તક પાણી ભરે છે તે સાંભળી વિક્રમે યોગી વેશે ત્યાં જઈ રાત્રે તાલાધિઠિત હુંકાર દેતા દીપને ઉદેશી કથા શરૂ કરી કે નહિ આવેલ પત્નીને મિત્ર સહ ૮મી વાર તેડવા જતાં ગામ પતિએ, રસ્તામાં મહાદેવ મંદિરે પ્રતિજ્ઞા કરી કે સફળ થાઉ તો કમળ ચઢાવું. પાછા ફરતાં એકલે મંદિર જઈ કમળ સ્થાને મસ્તક છેદી પૂજા કરી. શંકા થતાં મિત્રે જઈ પોતાને આળ આવશે માની મસ્તક છેદ કર્યો. કિમે પત્ની આવી, દૃષ્ય જોઈ કલંક ભયે તલવાર લે છે. પણ સ્ત્રી હત્યા ભયથી મહાદેવે પ્રત્યક્ષ રોકી કહે મારા પ્રક્ષાલ જલથી જીવશે. બંને મસ્તક ધડે જેડી સહસા જળ છાંટયું પણ ભુલમાં માથાં બદલાઈ ગયાં હતાં. હવે લઢતાં બંનેમાં પત્ની કોની ? દીપ કહે-પતિ મસ્તકની. આથી મૌનવતી કન્યા સહસા કોપી બોલી પડી જુઠું! વિકમ કહે જમણો હાથ જે પરણ્યો તેની (ધડની) બીજે પ્રહરે તથૈવ હારને ઉદેશી કહે-એક કન્યા ચાર જણને અલગ અલગ અજાણતા પિતા આદિએ આપી ચારે સાથે બળી મર્યો, એક ત્યાં જ ભીક્ષા વૃત્તિની શેષ મુકી ખાતો, એક સ્મશાને રહી તે સ્થાને રહે છે, ચોથો હાડકાં લઈ ગંગા જતાં રસ્તે ભીક્ષા આપતી બાઈએ રડતાં ચુલામાં નાખી દીક્ષા આપી. અમૃત અંશ લઈ આવી ચીતામાં નાખતાં બંને જીવ્યા, કન્યા કોની ? હારે જીવાડનારની કહેતાં પૂર્વવતુ કન્યા કોપી જુઠું. વિકમે જીવાડનાર પિતા, રક્ષક દાસ, સાથે જીવનાર ભાઈ, ને ભોજનાંશ દાતા પતિ કહ્યું. ત્રીજા પ્રહરે કુંડલને ઉદેશી-સુથાર, વણીક, સોની ને પુરોહિત પુત્રોએ, જંગલમાં ક્રમે એક સુંદર સુખડની પુતળી ઘડી, તેમાં કપડા ઘરેણા ને મંત્રથી ચોથે પ્રહર પ્રાણ સ્થાપન કર્યા. એ પરિકોની ? પ્રાણદાતાની કહેતાં પૂર્વવત્ કન્યા કોપતાવિકમે જીવાડનાર તેનો પિતા, ઘડનાર માતા, સોની મામો ને નગ્નને વાદાતા પતિ કહ્યો. ચોથે પ્રહરે કંચુકને ઉદેશી વિપ્ર ચોરને રાજાએ શૂળી દેતાં તે કહે આ પાંચ રત્નોથી પરણાવીને મારો, જેથી સદ્ગતિ થાય વિપ્ર
કનકકુપા સંગ્રહ
૫૧૭