________________
વડનું ઝાડ સુકાયે જવા દેવાશે કહેતાં તેમના નિસાસાથી માસમાં સુકાયું તેથી રાજ્ય લાંબુ કેમ કે તે જણાવ્યું. પાગલખાનામાં આગ લાગતા બંબાવાલા બહુ કહેવા છતાં, પાગલો નાચ કુદ કરતા કહે-આ મોટો દીવો માંડ જોવા મળ્યો છે ને આ મુખઓ બહાર જવા કહે છે! જ નિકળ્યા અંતે બળી મર્યા. એમ કષાય આગથી બચવા સંસારગૃહ ત્યાગ કરવા સંતો કહે છે ત્યારે સંસારી જીવો કહે કે-માંડ આ ધન કુટુંબાદિ મોજ મળી છે, તેમાં ધર્મ ને ત્યાગની વાતો કર્યા કરો છો ! ખેતરમાં તાપણે ટાઢ ઉડાડતાં ખેડુતોને જોઈ, શિયાળ પણ લાલ ચણોઠીનો ઢગલો કરી તીવ્ર ટાઢમાં રાતભર બેસી રહ્યું. પૌદ્ગલિક સુખોમાં હુંફને આનંદ પ્રાપ્તિનો પ્રયાસ પણ આવો જ છે. - અવિધિએ કરેલ ધર્મ કુફળ આપે તે પર-નિપશુદ્વિપે ગોવૃક્ષ કથા-વેપારીએ રાજાને ગોવૃક્ષ રસ કહી મસાલેદાર દુધ આપ્યું. ત્યાં પશુ જ નહોતાં. રાજા અતિ પ્રસન્ન થયો. દાણ માફ કર્યું. જતી વખતે વેપારી પાસે ગોવૃક્ષ માગ્યું તેણે ગાય પીને રવાના થયો. પણ ગોવૃક્ષ સેવકોએ ગાય નીચે વાસણો મુક્યા તો છાણ મુતર મળ્યું. વહાણો મોકલી વેપારીને પાછો બોલાવ્યો. તેણે ગાય દોહવા વિગેરેની વિધિ બતાવી !! દર્પણમાં પ્રતિબિંબ ભ્રમથી પતિ પત્નિ સાસુ સસરાનો ઝઘડો. એમ મારું કોણ તે ભ્રમ ભાગે તો બધા કલેશો મટે. ભ્રાન્તી દૂર થવી જોઈએ-છોકરીએ મુકેલ ગેરૂનો લોટો પ્રભાતે જંગલ લઈ ગયો. લોહી પડ્યાની શંકાએ બીમાર, ને ધમાધમ. ભ્રાંતિ ભાંગતા સાજો. સમજ વગરની શ્રદ્ધા પણ કલ્યાણ કરે નારદના કહેવાથી ડોસી બધુ કૃષ્ણાર્પણ કરવા લાગ્યા. કચરો, વિષ્ટા, છેવટ નારદનો તમાચો કુલગને પહોંચ્યો. કંટાળીને ડોસીને વૈકુંઠ લઈ ગયો. મારવાડી નોતરેલા મિત્રને જમવા બોલાવી લાવ્યો. પણ રસોયો કહે-છરી લાવો જલ્દી શાક કરી દઉં. પોતે બનાવેલ બે જાતના પકવાન ખાઈ ગયો હતો. એટલે મહેમાનને કાનમાં કહ્યું કે જોશીના કહેવાથી તમારા બે કાન શેઠ કાપી લેશે, માટે ભાગી જાવ. પેલો ભાગ્યો. રસોયો શેઠને કહે કે તમારો મિત્ર બંને મિઠાઈ લઈને ભાગ્યો. મારવાડી છરી સાથે દોડ્યો ને કહે અરે બે નહિ તો એક તો લઈશ જ. પેલો જીવ લઈ નાઠો. --------
કનકકૃપા સંગ્રહ
૫૭.