________________
રાજમહેલમાં આવ્યા અને ચોતરફ પહેરી રાખી રાજાએ કહ્યું કે મારા ગુરૂને ભક્તના તેલની ખપ છે, કોઈ ભગત નહિ. ફક્ત એક સાચો તૈયાર થયો. રાજાએ બધાના પુરા કર વસુલ કર્યા. -- -- લોકમત-ચિત્રકારે સુંદર ચિત્ર ચૌટામાં મુકી વિનંતી લખી કે જેને જે ભાગ ખરાબ લાગે ત્યાં નિશાની કરવી. સાંજે જોયું તો એટલી નિશાનીઓ થઈ કે ચિત્ર જ ન દેખાય. ફરી ખૂબ સાફ કરી સારું લાગે ત્યાં નિશાની કરવા લખ્યું, તો પણ એજ
દશા થઈ. - ગેર સમજ-શેઠ સ્વકુટુંબ તુલ્ય રોજ પાંચ બ્રાહ્મણો જમાડતો. એક દિ બીજે
સદક્ષિણા ભોજન હોવાથી કોઈ મળ્યું નહિ. ટેક જાળવવા શેઠ બજારમાંથી પાંચ ખાંડના સાધુ લાવી થાળ ધરી ન્હાવા જતાં પાંચ સાધુ મળ્યા. તેમને લાવી ઘેર બેસાડી સ્નાન કરવા ગયા. અહીં નાનો ભુખ્યો બાળક મને કહેવા લાગ્યો કે ભુખ બહુ લાગી છે. મને સાધુ ખાવા દે. મા કહે તારા બાપ આવે ત્યારે એક તું બીજો હું ત્રીજો તારા બાપ, ચોથો દાદી ને પાંચમો સાધુ તારો મોટો ભાઈ ખાશે. ધીરજ, રાખ. આ સાંભળી પાંચે સાધુ નાઠા. માંડ માંડ બહુ દોડી શેઠ સમાવી લાવ્યા. વસ્તુનું મુલ્ય સૌદર્ય કે સંગ્રહમાં નહિ પણ તેની ઉપયોગીતામાં જ છે-કાશીનો રાજા અઢળક હીરાદિ ઝવેરાતનો વર્ષોનો ભંડાર ગર્વથી બતાવવા એક મહાત્માને લાવ્યો. આ કિંમતી પત્થરો બદલામાં તને શું આપે છે? પૂછતાં રાજાએ કશું જ નહિ ઉલટું તેની રક્ષા માટે જબ્બર પહેરો રાખવો પડે છે. મહાત્માએ આથી કિંમતી પત્થર બતાવું ચાલ કહી એક વિધવા ડોસીની ઘંટી બતાવી કહે આ પત્થર આનું ગુજરાન ચલાવે છે. દુઝણી ગાય જેવો છે. રાજા ઉપરની વાત સમજી ગયો. ઠેરના ઠેર-પીધેલા ચોબાઓ રાત્રે ગંગા કાંઠે નાવમાં બેસી નશામાં સારી રીતે હલેસા મારવા છતાં, સવારે ત્યારે ત્યાંજ નાવ જોઈ વિસ્મય પામ્યા, પણ લંગર છોડવું ભુલેલાં તે ભાન નહી. તેમ રાગદ્વેષ તૃષ્ણાદિ બંધનથી જીવન નૈયા છુટી કરી ધર્મ (ક્રિયા) રૂપ હલેસાં મારવાથી આગળ વધાય, નહિ તો ઠેરના ઠેર. બાદશાહના હુકમથી તાકો વણી મુઠ્ઠીમાં પ્રવીણ કારીગર લાવ્યો. બાદશાહે કેટલી લાંબો પહોળો પુછતાં મુરખ કહે-તમારા, તમારા પુત્રના, ને બેગમ વિગેરેના કફનમાં થઈ રહે તેટલો છે. ઈનામને બદલે તલવારથી મારવા કોધથી તૈયાર થતાં,
મંત્રીએ બચાવ્યો ને ભાગી ગયો. જ લોકમાં આશીર્વાદથી સુખ, ને નિસાસાથી દુ:ખચીનના બાદશાહે દિલ્હીના એલચીને
૫૦૬
કનકકૃપા સંગ્રહ