________________
ના કહેતાં નશ્વર પદાર્થોમાં છેલ્લા ઘડી સુધી આસક્ત રાજાને જ તે છડી મુબારક કરી. રાજા ચેત્યો ને અનાસક્ત થયો.
* સુભાવ કુભાવ યુક્ત ધર્મ કેવો ફળે ? કાન્યકુબ્જે નિધિદેવ ભોગદેવ કથા (ઉપદેશ રત્નાકર)
→ ઘેલાભાઈનો ઘોડોસરભરા ને ખોરાકીમાં દિવસ આખો ઘેલો રહે, પણ ઘોડાને દુ:ખ ન થાય માટે સવારી આદિ ન કરે, એમ દેહ મમત્વ વાલા ધર્મ ન કરનાર તેથીયે ઘેલા છે.
કંજુસ પણ દાની થયો-પુણ્ય કાર્યનો ફાળો કરનારે ન્યુયોર્કના મહા કૃપણ કરોડપતિ મિત્રને ફક્ત એક દિવસ માટે ૧૦,૦૦૦ ડોલરનો ચેક આપવા કહી, પરાણે લઈ ગયો. ને જ્યાં જાય ત્યાં એ ચેક જોઈ સારો ફાળો દેતા સાંજે અઢી લાખ થયાં. બીજે દિ ચેક પેલાએ પાછો ન લેતાં કહ્યું ભાઈ હવે એ ફાળામાંજ લઈ લ્યો. કાલે ઘણાના અભિનંદનથી જીવનનો આનંદ દાનમાં છે તે નવી દિશા જાણી હવે હું દાન કર્યા જ કરીશ.
ગાડરીયો પ્રવાહ-શંખેશ્વર મહારાજ. ગદ્ધા પાછળ પંડિતાદિ શહેરીઓ ને રાજકુમારાદિએ મુંડાવ્યું. નિર્ણય થતાં બધા શરમાયાં.
→ સાચું નામ સ્મરણ-કલેક્ટરને પૂછતાં સંતે રામનામ લેવા કહ્યું. એતો ખબર છે, બીજુ કાંઈ કહો. સંતે-સાલા ચલે જા કહેતાં કલેકટરે ગુસ્સો કરી સજા કરીશ કહેતાં સંતે કહ્યું આમ રામ નામ લેવાય ? સાચી રીતે આમ નવકાર ગણવો જોઈએ. રોમ રોમ અસર થવી જોઈએ.
ઉપકારનો બદલો-રાજાએ આંધળાને કુવામાંથી કાઢી દેખતો કરી, ખાનપાન દઈ માર્ગે ચઢાવ્યો. પેલે પ્રભુ પ્રાર્થના કરી કે રાજાને મારા જેવો દુ:ખી કર કે જેથી હું ઉપકાર વાળી શકું.
+કેવલીએ-એકને સાતને બીજાને અસંખ્ય ભવો કહ્યા. બીજો જલ્દી મોક્ષે ગયો. + પંડિતજી ! મને કોઈ પંડિત કહેતું નથી ફરીયાદ કરતાં બિરબલે-પંડિત કહે તેને મારવા કહ્યું. છોકરાઓને મીઠાઈ આપી પેલાને પંડિતજી તરીકે કહી ચીડાવવા કહ્યું. એમ ત્રણ માસમાં પંડિત તરીકે પ્રસિદ્ધ કર્યો.
સાચો ભગત-ગુરૂ ઉપદેશથી રાજાએ ભક્તોના કર માફ કર્યા. આખું શહેર ભગત થયું. રાજભંડાર ખાલી. પાંચ વર્ષે ગુરૂ આવી દુરૂપયોગ સમજી ગયા. ભક્તોને
કનકકૃપા સંગ્રહ
૫૦૫