________________
સ્નેહથી આત્મહિત કરનાર ઉજ્જયીનીના ધનમિત્ર મુનિને તૃષા પરિસહતી દેવ થયેલ પુત્ર દત્ત શર્માએ, સચિત જલ પી ને પ્રાયશ્ચિત લેજે એમ સલાહ આપનાર પિતાને વંદન ન કર્યુ. (ઉ. સુ. તૃષા પરિ. કથા)
બાવાજીએ સ્વપ્નમાં મઠનો ઓરડો લાડુથી ભરેલ જોયો. ચેલા દ્વારા ગામને નોતર્યુ પણ મોદક ભર્યો ઓરડો જડયો નહિ. બાવો ફરી સુતો. ગામ કહે કેમ ? ચેલો કહેઓરડો જોવા સુતા છે. વાહ !!!
લાચાર દશામાં શું થાય ? રાજગૃહીના સમૃદ્ધ ધન્યશેઠ એકના એક દેવદત્ત 'પુત્રને પંથક ચાકરની નજર ચુકવી લઇ જઇ મારી નાખનાર વિજય ચોર સાતે સામાન્ય ગુન્હાથી પકડાતાં એકજ હેડમાં બંધાયા જેતી નછૂટકે પત્ની ભદ્રાનું મોકલેલ સુભોજન વિજ્યને આપવું પડતું. એમ દેહ પ્રત્યે અમમત્વ રાખો.
ઘૂંટણીએ ચાલતો બાળક સ્વ છાયાની ચોટલી પકડવા ખૂબ મથ્યો. છેવટ ન પકડાતાં રડયો. દેખનાર માતાએ માથે હાથ મુકવાનું કહેતાં તુરત પકડાઈ, ને ખુશ થયો.એમ સુખ માટે બહાર વલખાં ન મારતાં અંતરાત્મા તરફ વળવું જોઈએ.
વર્તન વગર લાભ શો ? દુબળા કૃપણને દયાળુ વૈધે નાડ જોઇ સુંદર (પ્રીસકીપ્સન) પાક લખી આપ્યો. બે વર્ષે ફરી આવી વૈદે એમજ રહેવાનું કારણ પૂછતાં તેણે રોજ સવારે વાંચુ છું કહ્યું!!
તારક શાસનની ઉન્નતિ માટે ચારે વિભાગની (સંઘની) ફરજ છે ઉપેક્ષાથી નુકસાન થશે. જેમ ચાર વિપ્રોએ જજમાનની ગાયને વારે વારે દોહી ખરી, પણ કાલ બીજાને લાભ માની ખોરાક ન દેતાં ગાય મરી ને ધિક્કારને પાત્ર બન્યા.
કેટલા કઠત-સભામાં એક મુનિને પાંચ મીનીટ સાંભળી સીપાઇ જંગલમાં જતો રહ્યો. બે વર્ષે ફરી ત્યાં આવી ચઢતાં તેજ સભા દેખી બધાના પગ દાબતાં, ના પાડતાં ગૃહ સ્થોને કહે કે તપાસું છું કે સિસમના તો નથી ને ?
૪૦૦ પુસ્તકોનો સાર એક જણે લીધો. થયેલ અપકાર, કરેલ ઉપકાર ભૂલી જવા. મરણ અને પ્રભુનામ પળ પળ યાદ રાખવું.
જીવનમાં ધર્મ આરાધેલ અન્તે પણ તે જ ઇચ્છે છે. રણ ભૂમિમાં મુનિ દર્શનેચ્છુ ઘાયલ ઉદાયન મંત્રી.
ખોટો અલ્પ પણ વ્યય નહિ કરનાર સસરાની પરીક્ષા વહુએ કરી. તેલનું બિંદુ બુટે ચોપડનાર તેણે રોગના લેપ માટે સાચા મોતી વાટવા માંડયા. કારણ રોગ ધર્માદિ કનકકૃપા સંગ્રહ
૫૦૧