SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ કુતરી, પુત્ર મહસેને પિતૃ શ્રાદ્ધમાં તે પાડાને જ માર્યો અને સ્વસ્ત્રીને જાર, જેને પોતે માર્યો તે થયેલ પુત્રને ખવડાવતાં જ્ઞાનીએ ભ્રમ ભાંગ્યો. કુતરીએ શ્રદ્ધા માટે ધન બતાવ્યું. મહસેને દીક્ષા લીધી. સુકોશલ મુનિ-સાકેતપુરે વિજયરાજાના વજબાહુ પુરંદર પુત્રો. નાગપુરે હરીવાહનની પુત્રી મનોહરીને તત્વત્રિયી સમસ્યા પુરીને વજબાહુ પરણ્યો. ૨૪ સાળાઓ સાથે રસ્તે તેમની મશ્કરીથી મુનિને નમી દીક્ષા. શરમથી સાળાઓએ પણ લીધી. તે જાણી પુરંદરને રાજ્ય દઈ વિજયરાજે-કીર્તિધર પુત્રને દઈ પુરંદેરે-કીર્તિધરે ગ્રહણ જોઈ સુકોશલ બાળને રાજ્ય દઈ દીક્ષા લીધી. સુકોસળની માતાએ ત્રણ ગઢ કરાવી મુનિ પ્રવેશ બંધ કરાવ્યો. કીર્તિધર આવતાં પુત્ર બુઝશે તે ભયે મારી કઢાવ્યો. તે જાણતાં સુકોમળ દીક્ષા. આઘાતથી રાણી પડી, મરીને વ્યાધી જંગલે સુકોશમળને મારતાં સુવર્ણ દંત દેખી જાતિ સ્મરણ અનશનથી ૮મે સ્વર્ગે સુકોશલ અંત:કેવળી, મોક્ષે. * પુષ્ટ અજ અને ગાય વાછરડાનું દષ્ટાંત.. પ્રભુના પૌત્ર દ્રાવિડને મિથિલાનું, અને વારીખીલને લાખ ગામ આપ્યાં. ઈર્ષાથી યુદ્ધ. ૭ માસમાં ૧૦ ક્રોડ મર્યા. વર્ષોથી યુદ્ધ અટકયું. સુવલ્લુ તાપસના બોધથી ભાઈને ખમાવે છે. બને દસ કોડ સાથે તાપસપણે લાખ વર્ષ ગાળી, બે વિદ્યાધર મુનિ સાથે શત્રુજ્ય માસખમણ કરી નિર્વાણ. જયભૂષણકુમાર સ્વયંવરમાં રૂપવતી જયસુદંરીને પરણી હર્ષ-પૂર્વક સ્વદેશે આવતાં, રસ્તામાં કેવલી પાસે થી માતાને પરણ્યો જાણી, જાતિસ્મરણે ગતભવની માતા જાણી હજાર હજાર સાથે બંને એ ચારિત્ર લીધું. # મમરા ભરેલા ઘડામાં હાથ ભરાયેલા વાંદરાની કથા. ઉ મોહથી દુ:ખી થવાય છે. ગર્ભવતી સ્ત્રીને મુકી દેશાવર ગયેલ શેઠે પોતે જ શોધવા નિકળેલ પુત્રને મરવા દીધો જાણ થતાં મહા આકંદ. ધોબીનો કૂતરો કાળીઓ. નહિ ઘરનો, નહિ ઘાટનો છતાં મારા કાળીઆની વહુ. એ સ્વાદે ભુખ્યો પડ્યો રહે,તેમ ખોટા મોહમાં પ્રાણી ઉભય લોક બગાડે છે. લક્કડ કા લાડુ ખાય ઓ પસ્તાય ન ખાય સો પસ્તાય ધુર્તે લાકડાના વહેરના સુંદર મોહક ને સુંગધીદાર લાડુ બનાવી બજારમાં આવી પાંચસોની કિંમતે ધનીકોને આપ્યા. તે ખુશ થયા. ન લઈ શકનાર ગરીબ પસ્તાય. એકાંતે આરોગતા પેલા બહુ પસ્તાયા પણ કહે કોને ? એ પ્રમાણે પરણ્યો પીડાએ મરે ને કુંવારો કોડે મરે. કનકકુપા સંગ્રહ ૪૯૭
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy