________________
૯
સ્વાર્થી કંજુસે દવા માટે પૈસો પણ પણ ન ખરચતાં અંત સમયે પુર્ણ કરવા સંબંધીઓએ કહ્યું તેણે પુત્રને પોતાનો પાણીદાર ઘોડો વેચીને, અડધા પૈસા બ્રાહ્મણને દાન દેવા કહ્યું ને તે મય ચાલાક પુત્રે એક કુતરો ખરીદી ઘોડા સાથે ગુજરીમાં જઈ બોર્ડ માર્યું કે રૂા. ૫૦૦માં કુતરો ધે તેને ઘોડો બે રૂપીયામાં આપીશ. કિંમતી ઘોડો જાણી ઠાકોરે કુતરો ખરીધો. પેલાએ ઘોડાની કિંમત બેમાંથી રૂા. ૧ બ્રાહ્મણને આપ્યો. મહેમાનો આવતાં પતિ પત્નિ લઢ્યા. પીયરના બહાને મેલા વસ્ત્રનું પોટલું લઈ સ્ત્રી નદીએ ગઈ. પાછળ ધોકો મારવા પતિ ગયો. મહેમાનો મેડી પર ભરાયા. બપોરે હું કેવી ડાહી કે કપડા લઈને ધાઈ, પતિ હું કેવો ડાહ્યો કે ધોકો લઈને ધાયો, મહેમાનોઅમે કેવા ડાહ્યા કે મેડી ઉપર ભરાયા. એક શ્રીમંત મરતાં ઘણા વારસાના હક્કનો દાવો કરનાર સગા સમક્ષ વીલ વંચાયું કે મારા સગાં કેટલા સ્વાર્થી ને અધમ છે તે ન જાણું તેવો હું મુર્ખ નથી માટે મેં સ્વહસ્તે બધું ધન વાપર્યું છે. ફક્ત આ વિલ લખનાર વકીલની ફી બાકી છે તે તેમના પર છોડું છું. આશા છે કે તેઓ ચુકવી દેશે પણ કોણ બોલે? રાજપુત્ર ઝરૂખે મંત્રી પુત્રી જોઈ ઘવાયો. પરિણામે પિતા મારફત તેણીએ આમંત્રો. પણ નેપાળો લઈ કુંડામાં જઈ રેશમી રૂમાલ ઢાંકી, પોતે પીળી બેડોળ માખીઓથી ઘેરાયેલી થઈ. તે જોતાં કુમાર દુર્ગધથી મુંઝાયો. કુંવરીએ કહ્યું મને ચાહતા હો તો દાસી હાજર છે. રૂપને ચાહતા હો તો કુંડામાં છે. તે જોઈ વિરાગી થયો. ધાતુ વિપર્યના રોગવાળો સમમ નરક ગામી કાલસૌકરીક અને તેનો પુણ્યશાળી પુત્ર સુલસ (ધાતુ-વિ.ના રોગીવત્ ભારે કર્મીને એળીયા દેવો કડવો સંસાર મીઠો લાગે.)
વૈરાગ્ય • નાગદત્ત-શ્રેષ્ઠિ કથા. મુનિ ત્રણ વાર હસ્યા. કારણ જાણી સંગમ લઇ સ્વર્ગે ગયો.
સાચું બોલનારને ત્યાં ગોચરીએ જવાનો મુનિએ અભિગ્રહ લીધો. એક શેઠ સાચુ બોલ્યા ચાર છતાં એક દીકરો, કોડ છતાં ૩૫ હજારની મુડી, બુઢો છતાં ૨૦ વર્ષ, બૈરી છતાં પાંચ વર્ષથી કુંવારો. ધર્મ પમાડવા જ્ઞાની મુનિના ઉત્તરમાં વહુએ કહ્યું-સસરો ઘોડીયામાં છે, સાસુ પાંચ વર્ષની છે, ધણી જનમો નથી. પોતાને દશ વર્ષ થયા છે. મહસેન કથા-મહેશ્વરદતે શ્રાદ્ધ કરનાર પુત્રની વાંછા કરી તે મરી પાડો, તેની સ્ત્રી
૪૯૬
કનકકૃપા સંગ્રહ .