________________
ધનલુબ્ધનો પ્રેમ ખોટો છે. ગામડાનો ખેડુ પત્ની સુરૂપાને કહે એવો પ્રેમ છે કે તારા પછી પ્રતિજ્ઞા છે કે બીજી ન કરું. પત્ની પણ પાછળ સતી થવાનું પ્રેમથી કહે છે. બહાર સુતેલ વણીક પરોણો સાંભળી તેમને મૂર્ખ ગણતા પરીક્ષા માટે-ખેડૂત બહાર ગામ જતાં આવી મોહ પમાડી ઘેર બેન તરીકે રાખી, જોગી થયેલ તે ખેડૂતને જ રાત્રે પરણાવીને સ્ત્રી અને ગધેડીને લાશ મુકી બાળી, લાવેલ ઘોડી ને ધન આપ્યું. પ્રભાતે બેઉ ચમક્યાં. ડોસીએ ઢબુઓ ઉપર ઓપ ચઢાવી ભકિત કરાવી. દુ:ખી ડોસાએ સોની મિત્રની યુકિતથી ચાર પુત્રને તેની વહુઓ પાસે પેક પેટીનો ભરમ રાખી લોભમાં પાડી સેવા અને ખર્ચ કરાવ્યું. સ્વાર્થ-ડોસે ચાર ચાર લાખ છોકરાને આપી બાકીના ભીંતમાં ચણી દીધા. અંતકાળે ગળું બંધ થયું પુણ્ય કરવા કુટુંબને કહેતા, ભીંત સામે હાથ કર્યો. તો છોકરા કહે
આ ચણવામાં વપરાઈ ગયા એમ કહે છે.”ડોસો દુર્ગાને મર્યો. ગરજ સરીને વૈદ્ય વેરી-ભગવાનને ઠગ્યા. શેઠાણીએ થાકીને છેવટ પુત્ર થાય તો પ્રભુને હીરાનો હાર ચઢાવવાની માનતા કરી, પણ પુત્ર થતાં વાણીએ તેનું હીરો નામ પાડી, શણગારી કુલનો હાર પહેરાવી તે હીરાનો (પુત્રનો) હાર પ્રભુને ચઢાવ્યો. ધૂર્ત-સલામત પાછો આવીશ તો અડધો માલ દેવને ચઢાવીશ એમ માનતા માની, પણ વહાણમાં બદામ અને ખારેક ભરી લાવી છેડા, ને ઠળીયાનો દેવ આગળ ઢગલો કર્યો. ચાલાકી-છોકરો સાજો થાય તો હે પ્રભુ આકાશ જેટલી રોટલી ચઢાવીશ માએ માનતા કરી. પણ સાજો થતાં કહે કે પ્રભુ, એવડો તવો આપ એટલે... બીઝનેશમાં શરમ નહિ- ડોકટરે જુદી કરેલી સગી માનું ત્રણસોનું બીલ કર્યું, તે રોઈ પછી કોઈની સલાહથી નવ મહિના પેટમાં રાખવાનું, મોટો કરવા, તથા ભણાવવાનું, ૨૫ હજાર નું બીલ મોકલી બાકીના પાછા માંગ્યા. ને ડોકટરને સીધો કર્યો. સ્વાર્થી-સગા-ખાં મરતાં બધા સ્વજનો સમક્ષ સ્ત્રી રોતી રોતી કહે-હાય ઉઘરાણી કોણ કરશે? કિંમતી ઘોડી પર કોણ બેસશે? વિગેરેમાં એક સગો હું કરીશ કહેવા લાગતાં. પેલી કહે ૧૦ હજારનું દેવું કોણ દેશે ? ત્યારે પેલો કહે ભાઈ વારા ફરતી
બધા જવાબ આપો હું એકલો કેટલી જવાબદારી લઉં!! કનકકૃપા સંગ્રહ
૪૮૫