________________
←
*
←
જે થાય છે તે ઠીક છે, કોઈ મરતાં સગો સ્મશાને યમને આરાધી કહે-કેટલાં બધાં સગાં તમે લઈ ગયા ?. યમના કહેવાથી ૨૫-૩૦ નોંધાવ્યા જે યમે પાછા મોકલતાં, સેવા કરતાં કંટાળી બીજે દિ. જ વિનંતી કરી કે ઠીક જ કરો છો ભાઈસાબ લઈ લ્યો.
←
સ્વાર્થ-અસારતા-વૈરાગ્ય-મોહ-રા
રાજપુત્રને શ્રેષ્ઠિપુત્રની કથા. મરવાની બીકે લીલા દુધનો પ્યાલો કોઈએ ન પીધો. ડોસી અને તેના પુત્રની કથા (વાછરડું-યમ)
સ્વાર્થ ઉપર અમરકુમારની કથા.
સૌ સ્વાર્થને રૂવે છે, મડદાને રોનાર લોકોને મરવા કેમ દીધો વિગેરે પ્રશ્નોથી બાંધી કબુલ કરાવ્યું કે સૌ સ્વાર્થને રૂવે છે.
♦
દુ:ખી ભાઈને બેને બબરચી કહ્યો. પણ કમાઈને પાછો આવતાં ઘણું માન કર્યું. તેણે દાગીનાને જમાડ્યા.
દુનિયા પૈસાની જ ખબર પૂછે છે. પાટણના શેઠે પડતી પછી જાવાથી ધન કમાઈને આવતાં બધાને જુહારના જવાબ કહીશ કહીશ પેટીને કહ્યા.
અખો ભગત શ્રીનાથજી ગરીબ વેષે દર્શને જતાં માર ખાઈ આવ્યા.બીજે દિ ધનાઢય થઈ ગયા, તો લોકોને આઘા કરી દર્શન કરાવ્યા. એટલે અખે એક એક દાગીનો ઉતારી કહ્યું લે કંઠી વિગેરે દર્શન કર.
સ્ત્રી પોતાના સ્વાર્થ ખાતર પતિ પર પ્રેમ રાખે છે નહિ કે પતિના ભલા માટે. શેઠે સત્સંગી પુત્રને જલદી પરણાવી વધુ ધારા વંશ કરાવી ક્રમે સત્સંગ છોડાવ્યો. પણ એક દિ મળેલા સંતે કારણ પૂછતાં વહુની ભકિતના પ્રેમે જણાવ્યું. સંતે શ્વાસરોધની ક્રિયા શિખવી પરીક્ષા કરવા કીધું. બે થાંભલામાં પગ ભરાવી શ્વાસ રૂંધ્યો. વહુએ મીઠાઈ ખાઈને કુટવા માંડ્યું, થાંભલાને કાપવા ન દઈ પર કાપવા કહ્યું. પેલો સંત ભેગો થઈ ગયો, ‘અરે મારા ધણી રે હવે હું શું કરીશ રે, ખીર પુરીથી પેટ ભરો રે, પછી નિરાંતે રડજે રે’, ધણીના પગ કાપજો રે, થાંભલો ઉભો રાખજો રે.
સંતે રોજ આવતા શેઠ પુત્રને ખાડાનું કારણ પૂછતાં ક્રમથી સગાઈ થતા સંત બોલ્યા હમારે કામસે ગયા કહ્યું શાદી થતાં-માતાં પિતાકા, અને પુત્ર થતાં-તુમારા કામસે ભી ગયા કહ્યું. કારણ કે પૈસા અમારા માટે નહિ વાપરો, માતા પિતાને નહિ ઘો, ને પુત્ર થતાં તમે બન્ને નહિ વાપરો.
૪૯૪
કનકકૃપા સંગ્રહ