SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ લોભી સાસુનુ ઘી જમાઈ પી ગયો. ઘણા વર્ષે જમવા તેડી નાળચામાં રૂ ભર્યું. જમાઈએ વાઢી ઉંધી વાળી બધું ઘી લીધું, સાસુ ભેગી બેસી વાતે ચઢાવતા ઓળઘોળ કરી બધું પી ગયો. " બાવાકી લંગોટી-લંગોટી ઉદર કાતરતા કોઈની સલાહથી બીલાડી પાળી તેના ઘાસ માટે ખેતર રાખ્યું તો વિઘોટી માટે જમાદાર આવ્યા. કંટાળી બાવાજીએ બધું કાઢ્યું લંગોટી જ ફેંકી દીધી. વહોરાજીએ ૪૦ નું કબાટ ૬૦ માં પટેલને દીધું. પણ મુળ ધણીના રૂા. ૫૦૦ તેમાં રહી ગયાની ખબર પડતાં, જુઠું બોલી ૮૦ માં એ માંડ પાછું લાવ્યો. પણ કપટ નડ્યું ને રોયો. જુનુ ઘરાક પટેલનું સગું હતું તે મળવા આવેલ જેથી ભેદ ફુટ્યો તો. મહીને પૈસા દેવાનું નક્કી કરીને ૮૦ ને બદલે પાણી સોમાં પટેલ વાજુ લાવી હરખાયા. પણ મહીને હીસાબ થતાં ખબર પડી કે ૨૪ મુંડાયા. અલ્લાને અગુસે લે લીયા-દુ:ખી ફકીરે પીરને નામે ૪ આના હજમ કરવાનો વિચાર કર્યો પણ રૂપીયો બાબા શાહી હોવાથી ૧૨ આના જ મળ્યા. ૯૯ નો ધોકો-સુખી ને મસ્ત ધોબી અસંતોષથી દુ:ખી થયો રોજ કમાઈ રોજ આનંદથી સુંદર ભોજન ખાતાં ધોબી ધોબણને જોઈ પડોશી શેઠાણીએ પણ લહેરથી ખાવા પતિને કહ્યું. શેઠ કહે એને ૯૯નો ધોકો લાગ્યો નથી. પછી શેઠે ધોબીના ઘેર રાતે રૂ. ૯૯ની થેલી નાખી. સવારે તો જોઈ વિચાર્યું હવે કરકસર કરી ૧૦ પૂરા કરીએ એમ લોભ વધતા ડબલ મજૂરી કરી રૂપીયો વધારવા માંડ્યા. ભજન પણ બંધ કર્યું. " પરિગ્રહ-અધિક લોભથી સુલુમ ૭મી નરકે ગયો. " કૃપણનું નામ અમંગળકારી. બહુ પૂછવા છતાં ઘોડાના ખાસદારે શેઠનું નામ ન દીધું. છેવટે મોંમા મીઠાઈ મુકી પણ કૂપણશેઠનું નામ લેતાં જ ઘોડે પાટુ મારીને દાંત પાંડી નાખ્યા. " મારો લાલો લાભ વગર લોટે નહિ. ઘી સાથે પડ્યો ને સોનામહોરો સાથે ઉહેડી લીધું. " પાઘડી ભેંસ ચાલી ગઈ. બન્ને પક્ષે લાંચ લેનાર જજ. . " પટેલને સોનાના ધ્યાનમાં ઉધે આવતા, દેવી વરદાન દઈ ગઈ કે જેને અડે તે સોનું કબાટ, ખુરશી, પ્યાલો, પાણી, બરફી બધું જ સોનું થતાં છેવટ ગભરાઈ જાગતાં ૪૯૦ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy