________________
જ્ઞાનાજીર્ણ-પંડીત ગર્વથી બાળ સભામાં અરે જ્યાં ત્યાં અલંકારી અઘરી ભાષા ને સંસ્કૃતમાં વાતચીત કરે, સમય ન ઓળખે, જેથી માન ભંગ થાય. એક ગામમાં તે રીંગણા ન ખાવા પર પોથીના રીંગણાની રોજ કથા કહે, તેથી કંટાળેલ એક શ્રોતાએ ગુપચુપ તેની પોથીમાં બે ચાર રીંગણા બાંધી દીધા, કથા વખતે પોથી ખોલતાં રીંગણા જોઈ શ્રોતા કહે આ શુ? પંડીતજી શું બોલે? ધનના અભિમાની મુનિને સ્વ મકાન બતાવી પ્રશંસા કરતાં, મુનિએ દુનીયાનો નકશો ત્યાં જોઈ કહ્યું આમાં હિન્દુસ્તાન, સોરાષ્ટ્ર, આ ગામ, ને છેવટ તારૂં મકાન કયાં? કહી મદ ઉતાર્યો. શિયાળની સલાહથી સિંહચર્મ ઓઢી ગધેડો રાજા થયો. ભૂખે મરવા છતાં મોટાઈ મુકવી ગમી નહિ. અંતે પોલ પકડાતાં મરાયો. અભિમાન ન કરો-લોકોને હાથ જોડતાં જોઈ ગધેડો કુલાયો. બીજે ગધેડે કહ્યું મૂર્ખ તને નહિ તારા ઉપર રહેલ મૂર્તિને હાથ જોડે છે તેમ લોકો ધનવાનને નહિ ધનને જ માન આપે છે. અભિમાની રતાધુ-ગાયના પુંછડે સાસરે, ન્હાવામાં છાણમુતર, રસોડે ઉધો બેઠો, વાછડું ભાણે પછી સાસુને થપાટ, રાત્રે માત્રુ, ખાટલાને પાઘડી બાંધી છતાં ખોટો બચાવ કરતો જ ગયો, પણ રાત્રે દેખતો નથી એમ ન કહ્યું.
માયા " અવગુણ ગ્રહણ કરવાનો સામાન્ય જીવ સ્વભાવ છે. શિવજી ભટે ચાર ચોમાસા સુંદર કથોપદેશ કરતાં કોઈના મહેણાંથી ઘેર ઉપદેશ શરૂ કર્યો. પછી પૂછતાં સ્ત્રી કહે એટલું ઠીક યાદ રહ્યું કે-પાંચ પતિ છતાં દ્રૌપદી સતી ! પુત્રી-કુંવારાકુંતીને પુત્ર કહે પિતાને મારનાર પ્રહલ્લાદ ભક્ત કહેવાયો તે ઠીક ગયું.
લોભ ” કાશીના પંડિતને સ્ત્રીએ પાપના બાપનું નામ પૂછયું. ફરી ભણવા જતાં વેશ્યાએ
સોના મહોરના કટોરાના પ્રયોગથી લોભ કહ્યો. " સરોવરના કમલ પરના મસ્તકે એકથી સહુ ડુબે કહેલનો અર્થ રાજહુકમથી મરૂધમાં
જઈ વૃદ્ધ પંડિત પાસેથી, કુરકુરીઆના પ્રયોગથી છ મહીને લોભ જાણ્યો. " લોભીઓ શેઠને ધુતારો વાસણવીયાણા બીજીવાર મરી ગયાં.
કનકકૃપા સંગ્રહ
૪૮૯