________________
ભાગ્ય @ ટીડા જોશીની કથા. રોટલા તો ટપખાને ગધેડા તો નજરે દીઠા, હાર તો નિદ્રાદેવીએ
દીધો, ગરીબ ટીડાને છોડી દો. ભાગ્ય પ્રમાણે મળે-દરીદ્વી ચોળા ખાઈ કંટાળી બેનને ત્યાં ગયો ત્યાં પણ તે જ મળ્યું. ભાગ્ય ઉપર-બ્રાહ્મણે મોળી ઘંસ ન ખાતાં કર્કશા સ્ત્રીએ માથામાં એક પછી એક હાંડલી ફોડતાં નાસી ખાઈમાં ભરાયો. ચોરોએ રાત્રે શ્રીફળ ટાલ પર વધેરતાં ખાઉં રેખાઉં કહેતા તે નાઠા. ધન લઈ તે બીજી પરણ્યો. ભાગ્ય ઉઘડે ત્યાં ઉધુ પણ સીધું થાય. ત્રણ દિવસના ભુખ્યાએ મરવા માટે રાજાને તમાચો માર્યો, પણ મુગુટ દૂર પડતાં તેમાંથી સાપ ફેંક્યો. બીજે દિન પગ પકડી કચેરી બહાર ફેંકયો. સભા પણ બહાર ગઈને ભારવટ પડ્યો, કોઈક મર્યા, ખૂબ ઈનામ મળ્યું. ૧૨ વર્ષે છરીના નિમિત્તે ભાગ્યે જતાં જેલ મળી. ભાગ્યાધીક અભિમાનથી ચક્રવર્તી થવા જતાં તમીસ્ત્રામાં કોણીક મર્યો. જે તે બોલનારની પણ પુણ્યથી સિદ્ધિ-કઆ બહુઆ સોહી ખાહી. (તિલારાક્ષસા) બ્રહ્માએ ગર્વ કર્યો શનીની દશા મને શું કરે ? જાતે ગંદી ખાળમાં ૭ દિવસ સંતાઈ રહ્યો. શની કહે એ બુદ્ધિથી જ એ દશા ભોગવી. કર્મની વિડંબના પર શ્રીકૃષ્ણ મરણ. પેટના દેવા માફક કર્મનું દેવું સારું. દેવાદાર જુગારીની કથા. જેલમાં જુગારીએ જમીન પર બધાના દેવા લખી ચોકડી મારવા માંડ્યો કે હશે તો લેશે? પણ પેટના (ભૂખ) દેવા પર ન મારી શક્યો. કર્મના ફળ-ભાવીની ચલાયમાન થાય નહિ' સાંભળી નિર્દોષ કર્મરક્ષિતને રાજસુતા ભાવીનીએ સ્લેટ મારીને રાજાને કહી જમીન પર ૪ વાર પછડાવી ખાળમાં ફેક્યો. યવને કાઢતાં સાજો થઈ દેશાવર જાવામાં રાજ્ય પામ્યો અને કુંવરોની છબી મંગાવી, ભાવીની તેને જ પરણી, રાજાને વાગતાં અંગુલીએ પોતાનું ચીર બાંધ્યું; રાજા હસ્યો. છેવટે મુનિને પૂછતાં પૂર્વે તે શેઠે સુકવેલી બાજરી ગાયને ખાતી જોઈ આ
શેઠાણીને૪સોટી ચોડી દીધી તેનું આ ફળ કહ્યું. - લક્ષ્મીને ભાગ્યનો સંવાદ-લક્ષ્મીએ ગરીબને સ્વર્ગેટીક આપી પણ દાટતાં પાડોશણ
૪૮૬
કનકકૃપા સંગ્રહ