________________
ખર્ચ વધારે પડતો થવાથી ભેગું થતું નથી. વાલી તરફથી ધન ઓછું મળશે. સ્ત્રી તરફથી ફાયદો થશે. વૃદ્ધાવસ્થામાં ધર્મનાં કાર્યો બની શકશે.
૩૧૩-આ પ્રશ્ન સારો છે. પોતાના દિલમાં લક્ષ્મી, સ્ત્રી અને સંતાનને માટે જે વિચાર કર્યો છે તે પૂર્ણ થશે. સ્રી સુખ મળશે, સંતાન થશે. સ્નેહીનો મેળાપ થશે. અમુક મુદત સુધીની ધારેલી ધારણા પાર પડશે. ચિંતાના દિવસો હવે નષ્ટ થયા છે, દેવ, ગુરુ અને ધર્મની સેવા કરો દુશ્મન લોકો સતાવે છે; પરંતુ હવે તમારૂં પ્રારબ્ધ બળવાન બન્યું છે. જેથી એ લોકોનું જોર નહીં ચાલે જમીનથી લાભ થશે. કીર્તિને માટે પેદાશ કરતાં ખર્ચ કરવો પડે છે. દોસ્તો-મિત્રોથી ફાયદો થશે.
૩૧૧-આ સવાલ બહુ જ સરસ છે. જે કાર્ય ધાર્યું છે તેમાં ફતેહ મળશે. મુકર્રમો જીતી જશો. વ્યાપાર રોજગારમાં ફોયદો થશે. કીર્તિ વધશે. રાજ્ય તરફથી ફાયદોછે. ધર્મના પ્રભાવથી સુખ મળ્યું છે અને ભવિષ્યમાં પણ મળશે. બીજાનાં કામો પરિશ્રમથી પૂર્ણ કરો છો; પરંતુ અશુભ કર્મના ઉદયથી પોતાના કાર્યમાં બેદરકાર રહો છો. વિદેશની મુસાફરી કરવી પડશે અને ત્યાં ફાયદો થશે, ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, જેથી સંકટ દૂર થાય. પોતાના હાથે દોલત-લક્ષ્મી પેદા કરશો.
૧૨૧-હૃદયમાં ધારેલો પ્રશ્ર ફાયદાકારક છે. બૂરા-ખરાબ દિવસો વહી ગયા છે અને શુભ દિવસો નજીક આવ્યા છે. ઘણા દિવસો સુધી સંકટ વેઠીને નાહિંમત-નિરાશ થઇ ગયા છો, હવે પુણ્યનો ઉદય થયો છે. દેવ ગુરુ અને ધર્મ ઉપર વિશ્વાસ-શ્રદ્ધા રાખો, મનની ધારણા ફળીભૂત થશે. જેટલી લક્ષ્મી તમે ગુમાવી છે તે કરતાં વધારે પેદા કરશો. દુનિયાં યશ વધશે. વિદેશની સફર કરશો. જે કામની ચિંતા કરો છો તે ચિંતા મટી જશે. જો કે કદાચ તેમાં એક વ્યકિત તરફથી વિઘ્ન ઉપસ્થિત કરવામાં આવશે,પણ અંતે તમે સફળતા પ્રાપ્ત કરશો. ભાઇઓને અને સંબધી વર્ગને નિભાવો છો તેથી તમારી કીર્તિ દુનિયામાં વધી છે. દિલના ઉદાર છો. જયાં જાઓ ત્યાં સુખ મળે છે. આબરૂ મેળવવા માટે ખર્ચમાં વધારે ઉતરવું પડે છે. દેવ, ગુરુ અને ધર્મના પ્રભાવથી કોઇ વાતની ઊણપ નહીં રહે.
૧૨૨-જે કામ મનનાં વિચાર્યું છે તે પાર નહીં પડે. તમે આજ સુધી ઘણાંઓનું ભલુ કર્યું અશુભ કર્મના ઉદયથી વિઘ્નસંતોષીઓ મળે છે. જ્યાંસુધી બની શકે ત્યાંસુધી ધર્મ કરો. પંચપરમેષ્ઠી મંત્રનો જાપ કરો, જેથી તકલીફ દૂર થશે.
૧૨૩-આટલા દિવસો પાપકર્મના ઉદયના હતા. મહાન સંકટો વેઠયાં, હવે શુભ દિવસો પ્રાપ્ત થયા છે. ઘણાઓનું ભલું કર્યું પણ તેઓએ ઉપકાર ન માન્યો ધર્મના નિમિત્તે કાઢેલા પૈસા ઘરમાં ન રાખો, તીર્થોની યાત્રા કસે, દેવ-ગુરુ ની સેવા કરો. જે સ્થાને દુ:ખી થયા છો તે સ્થાનનો ત્યાગ કરો. બીજે સ્થાને જઇને રહો, પરદેશમાં ફાયદો થશે, ઈજ્જતઆબરૂ માટે બહુ ખર્ચ કરો છો. તમારૂં દિલ ચિંતામાં ડૂબેલું રહે છે, કોઇ પણ ધર્મનાં કાર્યો
કનકકૃપા સંગ્રહ
૪૫૯