________________
કરવાની તમારી ભાવના હતી. પરંતુ અંતરાય કર્મના ઉદયથી એ ભાવના ફલિભૂત થઈ નહીં. હવે અંતરાય કર્મ દૂર થતાં શુભ કર્મનો ઉદય થયો છે. ધારેલાં દરેક કાર્યોમાં ફતેહ પામશો, ધન-દોલત પ્રાપ્ત થશે, ગયેલી વસ્તુ પુન: આવી મળશે, જે માણસ સાથે સ્નેહ છે તેની સલાહ પ્રમાણે વર્તો.
૧૩૧-જે વાત હૃદયમાં ધારી છે તે પાર પડશે એમાં જરા પણ શક નથી. જે વાતનું નુકશાન થયું છે તે દૂર થઇ ભવિષ્યમાં લાભ થશે, ધન મળશે, સંતાનોની વૃદ્ધિ થશે. તમારા હાથથી ધર્મનાં કામ થશે. ધર્મગુરુની સેવા કરો, ન્યાતજાતમાં આબરૂ વધશે. દેવાધિદેવનું ધ્યાન કરો, જે સ્થાનની અને જે મનુષ્યની મુલાકાત ચાહો છો તે થશે.કલેશ-ચિંતાના દિવસો ગયા છે. ધાતુ, ધન સંપત્તિ અને કુટુંબની વૃદ્ધિ ઇચ્છો છો તે ફલિભૂત થશે. ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, ધર્મથી સુખ પ્રાપ્ત થયું છે અને થશે.
૧૩૨-આજ સુધી તમારા મોટા મોટા દુશમનો થયા, હવે તેઓનું જોર નહીં ચાલે. મનનાં વિચારેલા કાર્યમાં ફત્તેહ થશે. આબરૂમાં વધારો થશે. તમારા હાથે ધર્મનાં કાર્યો થશે, રાજદરબારમાં સન્માન મળશે. પૂર્વસંચિત શુભ કર્મ ઉદયમાં આવ્યા છે, મનવાંચ્છિત સુખની પ્રાપ્તિ થશે. અમુક મુદત સુધીના કરેલા મનોરથો પાર પડશે, ભાઈઓનો મેળાપ થશે. દેવ, ગુરુ અને ધર્મની સેવા કરો, ધર્મના પ્રભાવથી સુખી થયા છો અને થશો. - ૨૨૨-જે કામ હદયમાં વિચાર્યું છે તેને છોડીને બીજું કામ કરો; છતાં પણ જો એ વિચારેલું કાર્ય કરવામાં પ્રવૃત્ત થશો તો સંકટ ઉત્પન્ન થશે, નુકશાન થશે, દુશમન લોકો વિઘ્ન ઉપસ્થિત કરશે. દેવ, ગુરુ અને ધર્મની સેવા કરો. તીર્થોની યાત્રામાં જાઓ, જેથી બીજાં કાર્યો પણ સુધરશે. દિલમાં વિવિધ પ્રકારની ચિંતાઓએ વાસ કર્યો છે, તે વિચારેલું કાર્ય છોડી દેવાથી દૂર થઈ જશે.
૨૨૧-આટલા દિવસો લહેરમાં ઉડાવ્યા. જે દિવસો ગયા તે સારા ગયા, જે જે કામો કર્યા તે પણ બધાં પાર પડયા; પરંતુ હવે જે કામ દિલમાં વિચાર્યું છે તે પાપ કર્મના ઉદયથી પૂર્ણ નહીં થાય, દોસ્તો પણ દુશમન થઈ જશે, કુટુંબમાં અણબનાવ રહેશે, ભાઈઓ જુદા થશે, જે કામ કરવાનું દિલમાં ચિંતવ્યું છે તેનો ત્યાગ કરવો એ જ શ્રેષ્ઠ છે. ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, દેવ-ગુરુની સેવા કરો, દાન-પુણ્ય કરો પુણ્યના પ્રભાવથી સુખ મળે છે.
૨૩૨-જે કામ વિચાર્યું છે તેને છોડીને બીજું કોઈ પણ કામ કરો. વિચારેલું કામ કરવાં ફાયદો નથી, છતાં કરશો તો તમારે તમારું સ્થાન છોડી બીજા મુલકમાં જવું પડશે અને કુટુંબજનનો વિયોગ થશે, માટે બહેતર છે કે તે કામને છોડી દેવું. ધર્મમાં હોશિયાર રહેવું, તેમજ પોતાની શકિત અનુસાર દાન-પુણ્ય કરવું જેથી સુખ પ્રાપ્ત થાય. ૧૩૩-આટલા દિવસો સંકટ રહ્યું, ધારેલાં કાર્યો સારી રીતે ન પડયાં. હવે સારા
કનકકુપા સંગ્રહ