________________
તેવું સુખ નથી. ઈજ્જત-આબરૂ માટે ઘણો ખર્ચ કરો છો. તમારું ધર્મભવન સુધરેલું છે, માટે ધર્મ ઉપર શ્રદ્ધા રાખો.
૨૧૧-તમે હૃદયમાં જે કાર્ય ચિંતવ્યુ છે તે સફળ થનાર નથી, માટે તે સિવાય બીજુ કામ કરો. દેવ, ગુરુ ધર્મની સેવા કરો, તીર્થોની યાત્રા કરો, જેથી અંતરાય-પાપ દૂર થાય અને પુણ્યનો ઉદય થાય. એક વખત તમોને અચાનક નુકશાન થયું છે, દુશ્મન લોક તમોને હરકત કરે છે; પણ તમારૂં પ્રારબ્ધ બળવાન હોવાથી તેઓનું જોર ચાલતું નથી.
૩૩૩-આટલા દિવસો નિર્ધન અવસ્થામાં વ્યતિત કર્યા, પણ હવે ધન પ્રાપ્ત થશે અને મનની ધારણા ફલિભૂત થશે. પોતાની સ્રી તરફથી સુખ મળશે, સ્નેહી જનનો મેળાપ થશે. ત્રણ મહિના બાદ સારા દિવસો આવશે. દેવ ગુરુની સેવા કરો અને ધર્મના કાર્યમાં ધનનો સદુપયોગ કરો. આવક કરતાં ખર્ચ વધારે છે, ધન એકઠું કર્યું નહી, દોસ્તની તરફથી દગાનો ભોગ થયા છો, મન ચિંદમાં રહે છે, દુશ્મન લોકો પાછળથી વાંકું બોલે છે; પણ સન્મુખ આવ્યે બોલી શકતા નથી. કીર્તિ માટે પોતાના શરીરનાં લુગડાં પણ આપી ઘો છો, પણ આબરૂને ધક્કો પહોંચાડતા નથી. જમીનથી ફાયદો થશે. ધર્મની ઉન્નતિ કરો અને પંચપરમેષ્ઠી મંત્રનો જાપ કરો.
૩૩૧-તમારા મનની ચિંતા મટશે, માંદગીની ફરિયાદ દૂર થશે. મનની ધારણા પૂર્ણ થશે. થોડા દિવસોમાં જ ધન પ્રાપ્ત થશે. સ્નેહીનો મેળાપ થશે. દેવ-ગુરુની સેવા કરો અને ધર્મકાર્યમાં દ્રવ્ય ખર્ચો જેથી પરિણામે ફાયદો થશે. સારા દિવસો આવ્યા છે, અંતરાય કર્મના ઉદયથી આટલા દિવસ દુ:ખ વેઠયું; પણ હવે એ દિવસો વહી ગયા. આવક કરતાં ખર્ચ વધારે રાખો છો, પુણ્યના ઉદથી ભવિષ્યમા કોઇવાતે ઉણપ નહી રહે, આજ સુધી જે જે કાર્યમાં ફતેહ મળી છે તે પુણ્યના પ્રતાપે સમો, માટે પુણ્યના કાર્યમાં લક્ષ રાખવું. પરદેશ વેઠયાથી કુટુંબી આદિ આમવર્ગનો વિયોગ રહે છે પણ વહે નહીં રહે.
૩૨૩-જે કાર્ય મનમાં ચિંતવ્યુ છે તેમાં ફાયદો થશે. ઇચ્છાઓ પૂર્ણ થશે. સ્નેહીનો મેળાપ થશે. જે જેચિંતાઓ ઉપસ્થિત થઇ છે તે સર્વ દૂર થશે. તીર્થયાત્રા થશે. ધર્મના કાર્ય બની શકશે. ઘણા દિવસો પર્યંત પરદેશનાં દુ:ખ વેઠયાં; પણ હવે એ દુઃખના દિવસો ગયા. હવે વતનમાં જઇ આનંદ-સુખચેનનો ઉપભોગ કરશો. ધર્મના કાર્યોમાં લક્ષ્ય રાખો, તેનાથી સર્વ સુખ સાંપડશે.
૩૨૧-જમીન, મકાન અથવા બાગબગીચાથી લાભ થશે. ધન મેળવશો. સ્નેહી જનનો મેળાપ થશે. કોઇપણ માણસની સાથે મિત્રતા થશે. અને તેનાથી ધનાદિકની સહાયતા મળશે. પુણ્યના ઉદયથી ઇચ્છાઓ પરિપૂર્ણ થશે. ધર્મનું આરાધન કરો. દુશ્મનો પગલે પગલે તૈયાર રહેશે; પરંતુ સન્મુખ થવાથી તેનું જોર ચાલશે નહી. પોતાની શકિત અનુસરા ખર્ચ કરો. મકાન બનાવવાના મનોરથો ફલિભૂત થશે. ધન પેદા કરો છો પણ
૪૫૮
કનકા સંગ્રહ