________________
૧૧૨-આ પ્રશ્ન લાભદાયક છે, દોલતનો લાભ મળશે. ભાગ્યોદયના દિવસો હવે નજીક આવ્યા છે. જે કામ હાથ ધરશો તેમાં ફતેહ મળશે. સ્નેહીજનનો મેળાપ થશે. ધર્મના કાર્યો કરતા રહો જેથી પુણ્ય હાંસલ થશે અને સુખ પણ મળશે. મન ચિંતામાં ગરકાવ રહે છે. ભાઇઓથી જુદાઇ થશે. મકાન બનાવવાનો ઈરાદો કરો છો તે પાર પડશે. જમીનથી તમને ફાયદો થશે. આવક કરતાં ખર્ચ વધારે થાય છે. તીર્થોની યાત્રા કરવાની અભિલાષા છે તે પૂર્ણ થશે. જે ધર્મમાં કાર્યો કરવા ચાહો છો તે થઈ શકશે.
૨૩૩-થોડા દિવસમાં દોલત મળશે. જે કામ વિચાર્યું છે તે પૂર્ણ થશે. સ્નેહીનો મેળાપ થશે. જમીન, જહાંગીરી અથવા મકાનથી ફાયદો થશે. ઈજ્જત-આબરૂ વધશે. ધર્મનાં કાયમાં ખર્ચ કરો. તેના પ્રતાપથી સુખચેન ઉડાવશો. રાજ્યની તરફથી ફાયદો થશે. મનની ધારણા પાર પડશે. સ્ત્રી તરફથી સુખ છે. એક વખત અચાનક લાભ મળશે. .
૨૩૧-જે કામ મનમાં ચિંતવી રાખેલું છે તે કામની ત્રણ મહિનામાં ફતેહ થશે. પોતાની સ્ત્રી તરફથી લાભ થાય છે. આજ સુધી કુટુંબી લોકો તરફથી સુખ મળ્યું નથી, પણ ભવિષ્યમાં મળશે. સંતાનોની વૃદ્ધિ થશે. વેવિશાળ તથા લગ્નના ખર્ચની ચિંતા છે પણ તે મટી જશે.આબરૂ માટે આવકથી ખર્ચ વધારે કરવો પડે છે, તીથની યાત્રા કરવાનો ઇરાદો છે, પરંતુ અંતરાય કર્મના ઉદયથી વિપ્ન આવી પડે છે. ભવિષ્યમાં ધર્મનાં કામ કરી શકાશે. હૃદયમાં જે કામની ચિંતા છે તે ધર્મના પ્રભાનથી દૂર થઈ જશે માટે ધર્મ ઉપર શ્રદ્ધા રાખો.
- ૨૧૨-ચિંતવેલું કાર્ય પાર પડે, પોતાની સ્ત્રી તરફથી લાભ છે. વેવિશાળ તથા લગ્નના કાર્યની ચાહના છે તે પાર પડશે. કુટુંબની વૃદ્ધિ થશે.લાંબી મુદતની કરેલો ઈરાદો પાર પડશે. પાછળની ઉમરમાં ધર્મના કામો થઈ શકશે. દુશ્મનો તમારા વિરુદ્ધ કોશીશ કરશે, પરંતુ તમારાં સદ્ભાગ્ય આગળ તેઓનું જોર ચાલશે નહી, તીથની યાત્રા કરવા ઈચ્છો છો તો તે બની શકશે. મકાન બનાવવાનો અને જમીન ખરીદવાનો તમારો ઈરાદો ફતેહમંદ થશે. તમોને જમીનથી લાભ છે. પરદેશની મુસાફરીએ જવું પડશે અને ત્યાં ફાયદો હાંસલ કરશો. દેવ, ગુરુ અને ધર્મની સેવા કરવાથી સારાં કાર્યો પાર પડશે.
૨૧૩-દુ:ખના દિવસો હવે દૂર થયા છે. સુખના દિવસો શરૂ થયા છે. ઘણા દિવસોથી કષ્ટ ઉઠાવી રહ્યા છો, પરદેશ વેઠ્યો પરંતુ સુખનો આરો ન આવ્યો પણ હવે આરામ ભોગવવાના દિવસો પ્રાપ્ત થયા છે. આબરૂ વધશે. સંતાનોનું સુખ થશે. આટલા દિવસો મિત્ર અને કુટુંબીઓથી સંક્ટ વેઠયું. જ્યાં સુધી બન્યું ત્યાં સુધી બીજાઓનું ભલું કર્યું, પરંતુ તેઓએ ગુણ ન માન્યો.શત્રુઓ પગલે-પગલે તૈયાર જ રહે છે; પરંતુ તેઓનું કંઈ ચાલતું નથી; કારણ કે તમારુ નસીબ બળવાન છે. પાસે ધન થોડું છે; પણ આબરૂ સારી છે તેથી જેટલું મેળવવા ધારો તેટલું મેળવી શકશો. દોસ્તદારો તરફથી જેવું જોઈએ કનકકુપા સંગ્રહ
Uો