________________
ત્રણ ગ્રહોની પંક્તિથી શુભાશુભ ફળ જાણવું. આ રચના મોટા જ્ઞાની પુરુષોની બનાવેલી અને મહાપ્રભાવિક ચીજ છે. - જે કામને માટે પ્રશ્ન જોવાની આવશ્યક્તા જણાય તે કામનું પ્રથમ મનમાં ચિંતવન કરવું. તે પછી પોતાના હાથમાં એક રૂપિયો અને એક શ્રીફળ લઈ ઉપર બનાવેલ યંત્રની સન્મુખ ભેટ ધરવું. ત્યારબાદ હસ્તમાં એક લવીંગ અથવા એલચી લઈ ॐ चिरि चिरि पिरि पिरि निसिरि निसिरि दिव्य भुपतये स्वाहा
આ મંત્રને, મન, વચન, અને કાયાને સ્થિર કરી, હોઠ ફફડાવ્યા વિના સાત વાર ભણવો. ત્યારબાદ એ મંત્રેલી એલચી અથવા લવીંગ ઉપર દર્શાવેલા મંત્રના કોઈ પણ મનપંસદ આંક ઉપર મૂકી દેવું. કોઠાના જે નંબરોનાં શુભાશુભ ફળ નંબરવાર-કમશ: હવે પછી જણાવવામાં આવશે, તેમાં પેલો યાદ રાખેલો નંબર જોવો. એ નંબરમાં જણાવેલ શુભાશુભ હકીકત એ મનમાં ધારેલા પ્રશ્નનું ફળ સમજવું. એક દિવસમાં એક માણસે એક જ વખત પ્રશ્ન જેવો અને જે ફળ આવે તે ઉપર વિશ્વાસ રાખવો જોયેલો પ્રશ્ન બીજીવાર જોવો નહીં. યંત્રની સન્મુખ જે રૂપિયા અને શ્રીફળ મૂકેલાં હોય તે જ્ઞાનના કાર્યમાં ખરચી નાંખવાં.
સત્યાવીશ કોઠાનું અંકવાર ફળાફળ ૧૧૧-આ સવાલ બહુ જ ઉમદા છે. તમારા ખરાબ દિવસોનો નાશ થઈ સારા દિવસો આવ્યા છે. વ્યાપારમાં ફાયદો થશે. હદયની ઈચ્છાઓ પાર પડશે. વિવિધ પ્રકારની ચિંતા મનમાં રહ્યા કરે છે તે હવે થોડા દિવસોમાં નાશ પામી જશે. એક મિત્રના દગાના ભોગ થઈ ગયા છો. ધર્મનાં કામ કરવા ઈચ્છો છો પણ અંતરાય કર્મના ઉદયથી તેમાં વિના આવી પડે છે. પેદાશ કરતાં ખર્ચ વધારે છે. કોઈ કાર્ય સિદ્ધ થવામાં શત્રુઓ તેમાં વિન નાંખી દે છે. દેવ, ગુરુ તથા ધર્મની સેવા કરો અને ધર્મના કાર્યમાં ખર્ચ કરો જેથી મનની અભિલાષા પૂર્ણ થશે તેમાં શક નથી. પ્રતિ-પક્ષી લોકો ગમે તેવી કોશીશો કરે, પરંતુ તમારી ધારેલી ધારણા અવશ્ય ફલિભૂત થશે.
૧૧૩-આ પ્રશ્ન પણ સારો છે. તમારા આરામ મળશે. સુખચેન પ્રાપ્ત કરશો. જે કામ દયમાં ધાર્યું છે. તેમાં ફતેહ મળશે. સ્નેહી જનનો મેળાપ થશે. ચિંતાના દિવસો વહી જતાં હવે સારા દિવસો આવ્યા છે. ધર્મના પ્રભાવથી સુખી થયા છો અને આગળ ઉપર સુખી થશો. પારકાં કામ મહેનત લઈને કરી આપો છો, પણ પોતાના કામમાં સુસ્તી રાખો છો. અક્કલ-બુદ્ધિ તેજ છે, બગડેલું કાર્ય પણ સુધારી લ્યો છો. પોતાની ઈજ્જત-આબરૂ માટે શરીર ઉપરનું કપડું સુદ્ધાં આપી દો છો. સ્ત્રી તરફથી લાભ થાય છે. એક વખત અચાનક લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળશે.
૫૬
કનકકુપા સંગ્રહ