________________
૩. વાલુકાપ્રભા ૭ સાગરોપમ ૩ સાગરોપમ સવાસો હાથ ૪. પંકપ્રભા ૧૦ સાગરોપમ ૭ સાગરોપમ અઢીસો હાથ ૫. ધૂમપ્રભા ૧૭ સાગરોપમ ૧૦ સાગરોપમ પાંચસો હાથ ૬. તમ.પ્રભા ૨૨ સાગરોપમ ૧૭ સાગરોપમ હજાર હાથ
૭. તમ તમ પ્રભા૩૩ સાગરોપમ ૨૨ સાગરોપમ બે હજાર હાથ નરકની નીચે શું છે? તે પહેલી નરકની નીચે જાડા પાણીનો થર આવેલો છે, તેની નીચે જાડા પવનનો થર આવેલો છે, તેની નીચે પાતળા પવનનો થર આવેલો છે, તેની નીચે આકાશ આવેલું છે, તેની નીચે બીજી નરક આવેલી છે, આમ કમસર આવેલું છે, પછી ત્રીજી નરક વિગેરે સાતે નરકો આવેલી છે. સાતમી નરકની નીચે જાડા પાણીનો થર તેની નીચે જાડા પવનનો થર તેની નીચે પાતળા પવનનો થર પછી આકાશ અને અનંત અલોક આવેલું છે. નરકની ૧૦ વેદના ૧. ભુખ ૨. તરસ
૩. ઠંડી ૪. ગરમી ૫. તાવ
૬. ખણજ ૭. બળતરા ૮. ભય
૯. શોક ૧૦. પરવશતા.
લિછલી8નું વર્ણન તિસ્કૃલોકમાં અસંખ્ય દ્વિીપ અને સમુદ્રો આવેલા છે. તિચ્છલોક ઉદ્ગલોક અને અધોલોકની વચ્ચે નીચે ૯૦ યોજના અને ઉપર ૯૦૦ યોજન આમ ૧૮૦૦ યોજનનો અને એક રાજ પ્રમાણ પહોળો છે. એટલે કે અસંખ્ય યોજનાનો પહોળો છે. તિચ્છલોકને છેલ્લે અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર આવેલો છે, તે અસંખ્ય યોજનાનો છે. પછી અનંત અલોક શરૂ થાય છે. અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં સૌથી નાનો જંબુદ્વીપ છે. તે ૧ લાખ યોજનાનો છે. તેની મધ્યમાં ૧ લાખ યોજનનો મેરૂપર્વત આવેલો છે.
જંબુદ્વીપમાં ૧ ભરત, ૧ ઐરાવત, ૧ મહાવિદેહ ક્ષેત્ર વિગેરે ઘણી વસ્તુ આવેલી છે. જંબુદ્વીપને વીંટળાઈને ગોળાકારે તેનાથી ડબલ લવણ સમુદ્ર આવેલો છે. તેને વીંટળાઈને તેનાથી ડબલ ઘાતકી ખંડ આવેલો છે. તેમાં ૨ મેરૂપર્વત છે. ૨ ભરત, ૨ ઐરાવત, ૨ મહાવિદેહ ક્ષેત્રો છે. બીજી પણ ઘણી વસ્તુઓ આવેલી છે. તે ઘાતકીખંડને વીંટળાઈને તેનાથી ડબલ પુષ્કરાવર્ત દ્વીપ આવેલો છે. તેને વીંટળાઈને તેનાથી ડબલ પુષ્કરાવર્ત સમુદ્ર
૩૦
કનકકુપા સંગ્રહ