________________
કારણ કે દુર્દિનોની એ નિશાની છે.
(૧૫) મંદીરના શિખર ઉપર ઘુવડ આવીને બેસે તો ત્યાં દુષ્કાળ પડે. જ્યાં સર્પ પોતાની પૂંછડી ઊંચી કરીને ચાલે ત્યાં લડાઈ ફેલાય અને લોકોમાં ફિકર ઉત્પન્ન થાય. (૧૬) જ્યાં જિનમંદીરના શિખર ઉપર ચડાવેલી ધ્વજા તે જ દિવસે પડી જાય તો ત્યાંના લોકોને નુકસાન થાય.
(૧૭) જે મનુષ્યના હાથથી જિનમૂર્તિનું મસ્તક ટૂટી જાય તેની લક્ષ્મી નાશ પામે અને મરણાંત કષ્ટ પ્રાપ્ત થાય.
(૧૮) લડાઈમાં જતી વખતે જે રાજાના રથ ઉપર ઘુવડ આવીને બેસી જાય તેનો જય થવો બહુ જ મુશ્કેલ છે, તે દુ:ખી થાય અને મરણાંત કષ્ટ આવે.
અંતરિક્ષ-નિમિત્ત
(૧) આ નિમિત્ત પ્રકરણની અંદર ઉલ્કાપાત, નજરે પડવાથી તેની દુનિયા ઉપર શી અસર થાય અથવા શું લાભાલાભ થાય ? દુનિયા ઉપર કેવી અસર થશે ? એ હકીકત સ્પષ્ટ સમજાવવામાં આવી છે.
(૨) પુદ્ગલના પરમાણુંઓથી વિવિધ પ્રકારના આકાર-દ્રશ્યો આકાશમાં બને છે અને આપણી નજર સામે દેખાય છે તેને ઉલ્કા નામથી સંબોધવામાં આવે છે. એ ઉલ્કા જો ભૂત, પ્રેત, રાક્ષસ, ઊંટ, વાનર અથવા હરણની આકૃતિ જેવી નજરે પડે તો તે ખરાબ ફળને આપનારી થાય છે. સર્પ, ઘો અને મસ્તકવાળી ઉલ્કા પણ અશુભસૂચક ગણાય છે.
(૩) ઉલ્કા જો ચંદ્ર-સૂર્યનો સ્પર્શ કરીને નીચે પડે. તો તે સ્થાને રાજ્યનો ફેરબદલો થાય અને દુષ્કાળ પડે સૂર્યમાંથી નીકળેલી ઉલ્કા જો મુસાફરીએ જનાર મનુષ્યની સામે આવતી આકાશમાં નજરે પડે તો તે મુસાફરીએ જનાર મનુષ્યને લાભદાયક નિવેડે છે.
(૪) કોઈ પણ દેવમંદીર અથવા ઇંદ્રજા ઉપર ઉલ્કા પડે તે સ્થાનના રાજા માટે અને સલ્તનત માટે દુર્દિનોની નિશાનીરૂપ ગણાય છે. જો કોઇ મનુષ્યના ઘર ઉપર ઉલ્કા પડે તો તે ઘરવાળા મનુષ્યોને સંકટ પ્રાપ્ત થાય
એક પમલ મંત્ર -૩ ઠ્ઠી શ્રી વલ વત્ વાળવાિિન સ્વાહા ૩ સિદ્ધિ:
આ મંત્ર ૭ વાર ભણીને નીચેના બે કોઠાના ગમે તે આંકડા ઉપર જુદી જુદી વાર એક સોપારી મુકવી. પછી તે બન્ને કોઠાના અંકોને એક સાથે ગોઠવવા અને જે આંક તૈયાર થાય તે ઉપરથી શુભાશુભ ફળ જાણવું.
કનકકૃપા સંગ્રહ
૪૫૩