________________
વૃક્ષોમાંથી અચાનક રોવા જેવો અથવા બોલવા જેવો અવાજ નીકળે તે સારું નહીં, કારણ કે એ દુર્દિનોની આગાહી છે. વૃક્ષોના ઉત્પાતનું ફળ લગભગ દશ મહિનામાં મળવું જોઇએ. અગર એ મુદતમાં ન મળે તો ખોટું સમજવું.
(૧૦) જ્યાં આકાશમાં લોહી, ચરબી, માંસ અથવા હાડકાંની વૃષ્ટિ થાય ત્યાં કોઈ પણ પ્રકારનો રોગ ફેલાય. જે શહેર ઉપર આકાશમાંથી કોલસા યા ધૂળની વૃષ્ટિ થાય તો તે શહેરના લોકો ઉપર આફત પ્રાપ્ત થાય. .
(૧૧) જ્યાં કોઈ નદીમાં તેલ, લોહી અથવા માંસ વહેતું નજરે પડે તો તેની આસપાસનાં ગામો-નગરો ઉપર દુશમનોનું જોર વધે. કોઇ પણ કૂવામાંથી અગ્નિની જ્વાળા અથવા ધૂમાડો નીકળતો નજરે પડે તો આસપાસનાં મકાનોમાં બિમારી રોગ ફેલાય. જે મકાનોની આસપાસ કુતરાઓનું રૂદન સંભળાય તે અશુભસૂચક છે.
(૧૨) વીજળી ૮૦ કોશ સુધી નજરે પડે છે, જ્યારે મેઘની ગર્જના ૧૦ કોશ પર્યત સંભળાય છે. જૂના જમાનામાં વરસાદનું પાણી મીઠું અને સ્નિગ્ધ હોઈને જમીનને ખુશબોદાર બનાવતું હતું. પુષ્પરાવર્ત મેઘનું પાણી બૃત અથવા દૂધની જેમ તાકાત-બળ ઉત્પન્ન કરતું, અને બાર બાર વર્ષો સુધી જમીન તરાવર બની રહેતી જેથી ખેતીવાડીની ખૂબ પેદાશ થતી, પરંતુ હાલના જમાનામાં એવા વરસાદ હવે નથી રહ્યાં. જેવો જમાનો તેવો વરસાદ અને ખેતીવાડી પેદા થાય છે. વરસાદ થતી વખતે મયુરનું બોલવું શુભ છે. દુમનયાને ખેતી વગેરેનો જરૂર ફાયદો થાય.
(૧૩) વરસાદ, વાયુ વગેરે નિમિત્તો જીવોના પુણ્યાનુસાર થાય છે. જો કે જે લોકોને પુણ્ય-પાપ ઉપર વિશ્વાસ નથી તેની વાત જુદી છે; પરંતુ પુણ્ય-પાપરૂપી સડક એવી છે કે છેવટે તેના ઉપર આવ્યા વિના ચાલતું નથી. જૂના જમાનાના લોકો નિમિત્તજ્ઞાન જાણતા હતા અને તદનુકૂળ પ્રવૃત્તિ કરતા હતા, પરંતુ વર્તમાન સમયમાં કેટલાક લોકો આ વાતને મશ્કરીમાં ઉડાવી દે છે. ગમે તેમ હો, પરંતુ નિમિત્તજ્ઞાન એ વસ્તુ સાચી જ છે. માત્ર જાણનાર હોંશિયાર હોવો જોઈએ.
(૧૪) લડાઈમાં જતી વખતે રાજાનો મુગટ, હાર અથવા કોઈ પણ આભૂષણ ટૂટી જાય અથવા પડી જાય તો તેની ફતેહ-જય ન થાય. જંગલના ઘણા જનાવરો અચાનક શહેરમાં આવી જાય તે ઠીક નથી, કારણ કે તે અશુભસૂચક છે. જે સ્થાનના કૂવાનું મીઠું પાણી ખારૂં, ખાંટુ અથવા કડવું થઈ જાય તો તે સ્થાનની આસપાસના લોકોમાં બિમારી ફેલાય. જે સ્થાનનાં વૃક્ષોમાં એક ફળ ઉપર બીજું ફળ લાગે અથવા એક ફૂલ ઉપર બીજું ફૂલ આવે તો તે સ્થાન ઉપર આફત આવે. જો જિનમંદિરના શિખરમાંથી અગ્નિ વિનાનો ધૂમાડો નીકળતો જોવામાં આવે તો તેની આસપાસના વસનારાઓ માટે એ ઠીક નથી,
૪૫ર
કનકકુપા સંરહ