________________
દેશ, શહેર અથવા જંગલમાં ઉત્પાતનો સંભવ જણાય તો ચોક્કસ સમજો કે તે તે સ્થાનોના અશુભ-બૂરા દિવસોની એ નિશાની છે. જે શહેરના દરવાજા ઉપર અથવા દેવમંદિરના શિખર ઉપર વિજળી પડે તો ત્યાં છ જ મહિનામાં દુશમનોનું જોર વૃદ્ધિ પામે. જે દેશમાં નદીઓનું પાણી જે તરફ વહેતું હોય તે બદલી જઈ બીજી તરફ ઊલટું વહેવા માટે ત્યાં એક વર્ષમાં અમલદારી અદલબદલ થઈ જાય અથવા નષ્ટ થાય.
(૩) જ્યાં દેવમૂર્તિ હસવા લાગે, રોતી હોય તેમ જણાય અથવા સિંહાસનથી સ્વયમેવ નીચે ઉતરી જાય તો ત્યાં રાજાઓમાં લડાઈ જાગે, અને પરિણામે સમગ્ર દેશ બરબાદ થઈ જાય.
(૪) જ્યાં દીવાલ ઉપર ચીતરેલી પૂતળી રોવા લાગે, હસતી હોય તેવો ભાસ થાય, અથવા ભૂકુટી ચઢાવી ગુસ્સો કરે તો ત્યાં લડાઈ જામે, લોકોને ઘરબાર છોડી ભાગી જવું પડે અને આખો દેશ ઉજડ થઈ જાય. જ્યાં અર્ધરાત્રિએ કાક પક્ષી બોલે ત્યાં દુષ્કાળ પડે અને લોકોના દિન ની શરૂઆત થાય.
(૫) જે મુલ્ક-દેશના રાજાનો ડંકો તથા નિશાન લડાઈમાં જતી વખતે વિના કારણ ભાંગી-ટી જાય તેની લડાઈમાં પરાજય થાય. જ્યાં દેવમંદિર અથવા રાજાના ચમરમાંથી અગ્નિ વિના આગના અંગારા ઝરવા લાગે ત્યાં લડાઇ ઝગડા થવાથી ઘણાને નુકસાન થાય.
(૬) જ્યાં વૃક્ષોમાંથી લોહીની ધારા વછૂટે ત્યાં કલેશ બખેડા વધે અને લડાઇ પણ થાય. જ્યાં રાજાના છત્રમાં આગ લાગે ત્યાં રાજદ્રોહ ઉત્પન્ન થાય.
(૭) જો રાજા ના કોઠારમાંથી અથવા આયુધશાળામાંથી વિના અગ્નિ ધૂમાડો નીકળવા માંડે તો લડાઈ અને કલેશ-કંકાસ વધે. જ્યાં વૃક્ષોમાંથી દૂધ, ઘી, અથવા મધની ધારા છૂટે ત્યાં લોકોમાં બિમારી-માંદગી અને તે સાથે દુર્દિનની શરૂઆત થાય. કોઈ પણ ઉત્પાતનું ફભફળ છે અથવા બાર માસમાં તો મળવું જ જોઈએ. જો તેમ ના થાય તો એ ઉત્પાત ખોટો છે એમ સમજવું.
(૮) જ્યાં દેવમૂર્તિ અકસ્માત ટૂટી જાય યા નેત્રોમાંથી આંસુ ઝરે, પરસેવો થઈ જાય અથવા મુખથી બોલતી જણાય તો તે દેશના રાજાનું અને લોકોનું નુકશાન થાય અને આફત આવે. દેવમંદિર, રાજમહેલ, ધ્વજાપતાકા, યા તોરણ અગ્નિ અથવા વીજળી પડવાથી બળવા માંડે એ દુર્દિનોની નિશાની છે, અને કોઈ પણ પ્રકારની આફત આવે.
(૯) જ્યાં અગ્નિ વિના ધૂમાડો નીકળવા માંડે આકાશમાંથી ધૂળની વૃષ્ટિ થવા માંડે, દિવસ છતાં પણ વિના કારણ અંધારુ છવાઈ જાય, એ દુર્દિનોની નિશાની છે. રાત્રિના વરસાદ વિનાના અથવા મેઘવાળાં વાદળાં વિનાનાં આકાશમાં તારા નજરે ન પડે અને દિવસે જોવામાં આવે તો તે ઠીક નથી, કારણ કે તેથી કોઈ પ્રકારની આફત પેદા થાય.
કનવ સંરહ
૫૧