________________
હોય તે હંમેશા એશ-આરામ જ ભોગવે અને જેના નખ તેજદાર લાલ રંગના હોય તેની પાસે લક્ષ્મીનો વાસ હોય.
(૧૨) જેની ચક્ષુઓ, નાક તથા હાથ લાંબાં હોય તે લક્ષ્મીવાન થાય. જેની નાસિકા પોપટના જેવી અણીદાર હોય તે સુખી અને ધર્મમાં શ્રદ્ધાવાન થાય.
(૧૩) કંઠ, જાંઘ અને પીઠ જેવી ટૂંકી હોય તે શખ્સ નસીબવાન-ભાગ્યશાળી હોય. જેનાં કેશ, નખ, ચામડી, દાંત અને અંગુલીના ટેરવાંઓ પાતળા હોય તે શુભ છે અને લાંબું આયુષ્ય ભોગવે.
(૧૪) જે મનુષ્યના હાથ-પગના તળિયા, નેત્રોના ખૂણા, નખ, તાળુ, જીભ અને હોઠ ખૂબસુરત અને લાલ રંગના હોય તે એશ-આરામ ભોગવવાવાળો થાય.
(૧૫) છાતી, મસ્તક અને લલાટપ્રદેશ જે મનુષ્યનાં પહોળાં હોય તે શુભ ગણાય છે. સુખચેન ઉડાવે જેનો અવાજ અને નાભિ ગંભીર હોય તે પણ સુખચેન પ્રાપ્ત કરે.
(૧૬) જે મનુષ્યના હાથ ગોઠણ પર્યંત લાંબા હોયતે સુખી અને હિમ્મતવાન બહાદૂર હોય, જેના હાથ-પગની આંગળીઓ લાંબી હોયતે યશસ્વી, હોશિયાર અને દિલનો ઉદાર થાય. જેનો લલાટપ્રદેશ ઊંચો હોય તેઉચ્ચ પદવી પ્રાપ્ત કરે.
(૧૭) જે મનુષ્યની તર્જની આંગળી (અંગૂઠા પાસેની પહેલી આંગળી) લાંબી હોય તે તામસી પ્રકૃતિવાળો થાય અને આરામ ભોગવે. જેના હાથ-પગની આંગળીઓ લાંબી અને અણીદાર હોય તે શખ્સ ભાગ્યશાળી થાય અને સુખચેન ભોગવે.
(૧૮) ♥ મનુષ્યને બત્રીસે દાંત પૂરેપૂરા હોય તે નિગ્રંથ મુનિ અથવા લક્ષ્મીવાન ગૃહસ્થ થાય, જેને એકત્રીસ અથવા ત્રીશ દાંત હોય તે પણ શુભ ગણાય છે, અને સુખી થાય; પરંતુ જેને ત્રીશથી પણ ઓછા દાંત હોય તો મનુષ્ય દુ:ખી જિંદગી ગુજારે.
(૧૯) જેના લલાટપ્રદેશમાં આડી પાંચ રેખા પડી હોય તે મનુષ્ય ૧૦૦ વર્ષ જીવે છે. ચાર હોય તો ૮૦ વર્ષ, ત્રણ હોય તો ૬૦ વર્ષ, બે હોય તો ૪૦ વર્ષ અને એક આડી રેખા પડી હોય તો ૨૦ વર્ષ જીવે છે.
(૨૦) જે મનુષ્ય સદા હસમુખો અને પ્રસન્ન ચિત્તવાળો હોય તે કદી દુ:ખી થતો નથી-સુખચેન ભોગવવાવાળો થાય છે.
(૨૧) દરેક મનુષ્યના હાથમાં ત્રણ રેખાઓ અવશ્ય હોય છે. એક આયુષ્યરેખા, વચલી વૈભવરેખા, અને ત્રીજી (જે મણિબંધમાંથી નીકળી અંગૂઠા અને તર્જની આંગળીની વચ્ચે જઇને મળે છે તે) યશરેખા, એ ત્રણ રેખાઓ જેની અખંડ, સ્પષ્ટ અને લાંબી ન હોય તો આયુષ્ય, વૈભવ અને યશ તેટલા પ્રમાણમાં ઓછા સમજવાં.
(૨૨) જે મનુષ્યનાં હાથમાં નકામી રેખાઓ ભરી હોય અથવા બહુજ અલ્પ
કનકકૃપા સંગ્રહ
૪૪૪