________________
(૭) જે પુરુષના જમણા હાથની યશરેખા અંખડ અને સાફ હોય તે મરણ બાદ સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે. અને જેની વિભાવરેખા અખંડ અને સાફ સ્પષ્ટ હોય તે મરણ બાદ મનુષ્ય ગતિ પ્રાપ્ત કરે છે.
(૮) જે મનુષ્યના ડાબા હાથની યશરેખા અખંડ અને સાફ હોય તે મનુષ્ય સ્વર્ગગતિ ભોગવીને આવ્યો છે. તેમ જાણવું તેમજ જેના ડાબા હાથની વિભાવરેખા અખંડ અને સ્પષ્ટ હોય તે મનુષ્ય ગતિ ભોગવીને આવ્યો છે તેમ જાણવું.
(૯) જે મનુષ્ય ડાબા હાથની વિભાવરેખા અખંડ, લાંબી અને સ્પષ્ટ હોય તેને ખૂબ એશઆરામ પ્રાપ્ત થાય. જેના ડાબા હાથમાં ધ્વજા અથવા ચંદ્રમાનો આકાર હોય તેને સ્વરૂપવતી સ્ત્રી પ્રાપ્ત થાય. કોઈ પણ મનુષ્યને સ્ત્રી રેખા વિધ્યમાન હોય, છતાં તે દીક્ષા સાધુપણું ધારણ કરી લે તો પણ તેને ગુરુભકિત અને ધર્માણાધારક ભકત સ્ત્રીઓ પૂજે છે. તેમજ તે મનુષ્યને સંતાનરેખા વિધ્યમાન હોય અને દીક્ષા ધારણ કરે તો તે હાલતમાં ગુરુની ભકિત કરનાર અને ધર્મનું પાલન કરનાર શિષ્યો આવી મળે છે. કેટલાક આચાર્યો કહે છે કે-પુરુષના ડાબા હાથમાં સ્ત્રીરેખાના અગ્રભાગમાં દીક્ષારેખા હોય છે, માટે રેખાવિજ્ઞાનશાસ્ત્રીઓએ ધમરખા અને દીક્ષારેખા ઉપર સંપૂર્ણ વિચાર કરીને જ ધર્મ, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું વર્ણન કરવું.
(१०) अस्थिष्वर्थाः त्वचि भोगा:, सुखं मांसे स्त्रियोडक्षिषु। गतौ यानं स्वरे चाज्ञा, सर्वं सत्त्वे प्रतिष्ठितम् । (શ્રી ઉત્તરાધ્યયન, આઠમા અધ્યયનની ટીકા.)
અર્થ :- જે મનુષ્યનાં હાડકાં મજબુત અને વજનદાર હોય તે ધનવાન થાય, જેના શરીરની ચામડી મુલાયમ-સુંવાળી હોય તે ખૂબ એશ-આરામ ભોગવે, જેનું શરીર ખૂબ જાડું હોય અને તેના હાથ-પગની નસો દેખાતી ન હોય તો તે સુખચેનથી પોતાની જિંદગી ગુજારે, જેની આંખો તેજદાર અને ખૂબસૂરત હોય તેને સ્ત્રી તરફનું ઘણું સુખ હોય, જેની ચાલ સારી હોય તે વાહનનો ભોગી થાય, અને જે મનુષ્ય કષ્ટના સમયમાં પણ હિમ્મતે બહાદૂર હોયતે હંમેશાં સુખી જીવન ગાળે.
(૨૨) વરબધ્વસિને સુમો, વંતસિગેરે ગ મોયાં મિટ્ટા तयने हेण य सोरखं, नहने हेण होइ परमधंण॥ (શ્રી ઉત્તરાધ્યયન પંદરમાં અધ્યયનની ટીકા.)
અર્થ:- જેની ચક્ષુઓમાં સ્નેહ-પ્રેમ હોય તે હંમેશા સૌભાગ્યવાન બની રહે, જેના દાંતસ્નિગ્ધ હોય તેને ઉત્તમ પ્રકારના ભોજન પ્રાપ્ત થાય, જેના શરીરની ચામડી કોમળ
કનકકપા સંગ્રહ
૪૪૩